આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ને જામીન મળ્યા બાદ ગોપાલ ઇટાલીયા એ ભાજપને કહ્યું કે…

જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જન સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઊઝા પહોંચે. તે પહેલાં જ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા 188 ના જૂના કેસમાં મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગોપાલ ઇટાલીયા ને જામીન મળ્યા બાદ મહેસાણા જિલ્લામાં થયેલી તેમની ધરપકડ અંગે તેમને જણાવ્યું હતું કે, મારો એટલો જ સવાલ છે કે, જ્યારે મને પકડવા માટે આવ્યા ત્યારે ઓછામાં ઓછા 30 થી 40 પોલિસ મિત્રો હતા.

આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા કહ્યું કે જો આટલી જ સરકારી સિસ્ટમ અને વ્યવસ્થા છે તો એ લોકો માટે વાપરી હોત તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાવવાની જરૂર જ ન પડતે. આ ઉપરાંત તેમને કહ્યું કે જે કરવાનું છે એ કરો તો આ બધું ન કરવું પડે.

જો બાકી એવું ને એવું ચાલુ રાખશો તો 2022માં ઘરભેગા થઈ જશો અને કોઈને ખબર પણ નહિ પડે કે કેવી રીતે આ થઈ ગયું? આ ઉપરાંત ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા સત્તાના પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈને જુદા જુદા દિવસે જુદા-જુદા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે મારા પર કેસ પહેલાં પણ હતો ત્યારે મને ન પકડ્યો. હું ભાગીને છૂટ્યો કે છુપાઈ ગયો એવું નથી. અહીંયા જ છું અને મારો ફોન પણ ચાલુ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે અને મારા ફેસબુક એકાઉન્ટ પર પણ દરરોજ અપડેટ આવે છે. એ સમયે મને કોઈએ અરેસ્ટ કર્યો ન હતો હવે જ્યારે હું જન સંવેદના કાર્યક્રમ કરી રહ્યો છું ત્યારે મારી ધરપકડ કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*