ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી ત્યારે હવે ગુજરાતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે જેમકે ખાદ્યતેલના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વગેરેના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.
ત્યારે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ વધારા પર મંત્રી જયેશ રાદડીયાએ નિવેદન આપતા કહ્યું કે, ખાદ્ય તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર આધારિત છે. રાજ્ય અને ગરીબ જનતાને સસ્તું તેલ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.
આ ઉપરાંત ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદાય થાય છે. જેના માટે બજેટમાં 71 લાખ NSFAના લાભાર્થીઓ માટે જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત તેમને કહ્યું કે તહેવારો પર લોકોને તેલ મળી રહે તે માટે સતત પ્રયાસ ચાલુ છે.
સરકાર તમામ જગ્યાઓ પર સંતુલન રાખી ને કામ કરી રહી છે. જે લોકો ખાદ્યતેલની સંગ્રહખોરી કરી રહ્યા છે તેવા લોકો સામે કડક પગલા લેવામાં આવશે. આ ચેતવણી કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ આપી છે.
ભરતી માહિતી મુજબ રાજ્યમાં સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ ના ભાવ ઊંચા થઇ ગયા છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ખાદ્યતેલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની શક્યતાઓ નથી.
આ ઉપરાંત એડિબલ ઓઇલ ફેડરેશનના ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી છે કે શ્રાવણ માસના તહેવારો માં પણ રાહત મળે તે ખૂબ જ અઘરું છે. રાજ્ય સરકારની નીતિઓના કારણે તેલના ભાવો બેકાબૂ બની ગયા છે.
આ ઉપરાંત રાજ્યમાં સંગ્રહખોરી પર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. રાજ્યમાં સિંગતેલનો ભાવ 2550 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 2520 રૂપિયામાં બજારમાં વેચાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!