એક બસ અચાનક ખાઈમાં જતાં જતાં માંડ-માંડ બચી, ડ્રાઇવરે કર્યું એવું કે 25 લોકોના…

Published on: 3:27 pm, Sat, 7 August 21

આજ-કાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે જ્યારે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામે છે અને ઘણા લોકો ભગવાનની દયાથી બચી જાય છે. તેવી જ ઘટના સામે આવી છે હિમાચલ પ્રદેશના સિરમૌરા જિલ્લામાં ગીરપાર વિસ્તારના સિલાઈ માં એક મોટું બસ અકસ્માત થયું હતું.

મળતી માહિતી મુજબ અહીં એક પ્રાઇવેટ બસ ખાઈ માં જતા માંડ-માંડ બચી હતી. આ બસમાં 22 મુસાફરો સવાર હતા. સમગ્ર ઘટના દરમ્યાન જો ડ્રાઇવર એ પોતાની ચાલાકી ન વાપરી હોત.

તો આખી બસ બે ડઝન મુસાફરો સાથે 300 મીટર નીચે ઊંડી ખાઇમાં પડી જાત. સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ જ્યારે બસ રસ્તા પર જઈ રહી હતી ત્યારે અચાનક જ તૂટી ગયું જેના કારણે બસ ખાલી બાજુ નમી ગઈ.

બસમાં મુસાફરી કરતા લોકોએ જણાવ્યું કે ડ્રાઈવરે પોતાની બુદ્ધિ વાપરીને બ્રેક પર એક પગે ઊભો રહી ગયો. હવે મુસાફરોએ કહ્યું કે ડ્રાઈવર બ્રેક પર ત્યાં સુધી ઊભો રહ્યો.

ત્યાં સુધી એકોએક મુસાફરો બસમાંથી ઊતરી ન ગયા. ત્યારબાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બધા મુસાફરો સલામત રીતે બસની બહાર આવી ગયા.

ત્યારે ટાયર ની નીચે પથ્થર લગાવીને ડ્રાઈવર પણ ધીમે ધીમે બસમાંથી બહાર આવી ગયો. ડ્રાઈવર ની ચાલાકી ના કારણે બસ નું એક મોટો અકસ્માત થતા અટક્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!