બે દિવસ અગાઉ રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે આ આગાહી વચ્ચે અમરેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ રાજ્યમાં હિટવેવની સાથે કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી હતી.
48 કલાકમાં પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા માં હીટવેવ રહશે તો સૌરાષ્ટ્ર સામાન્ય વરસાદની આગાહી કરી હતી. અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છમાં વરસાદ ની આગાહી કરવામાં આવી હતી.
ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ ખાબકયો છે. ધારીના ગીરકાંઠાના સુખપુર, કાંગસા,જીરા, દુધાળા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકયો છે.
વરસાદના પગલે સ્થાનિક નાળાઓમાં પાણી વહેતા થયા છે.ભર ઉનાળે ગાઢ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સાયક્લોનિક સરક્યુલેશન ના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
બીજી તરફ બેવડી ઋતુ થી ખેતીને નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોને ઉનાળા પાક તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો છે.
બીજી તરફ બેવડી ઋતુથી ખેતીને નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોના ઉનાળા પાક તેમજ કેરીના પાકને નુકશાન થવાની ભીતી છે અને હાલ ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment