શું કેન્દ્ર સરકાર લોકડાઉન ની તૈયારી કરી રહી છે ? સ્વાસ્થ્ય મંત્રાલય ની સલાહ પર અહીં લાગી શકે છે લોકડાઉન.

132

કોરોના ના વધતા કેસના કારણે અનેક જિલ્લાઓ પર લોકડાઉન નું સંકટ તોળાઈ રહ્યું છે. દેશમાં દરરોજ કોરોના કેસ અને મોટી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લાઓ પર લોકડાઉન નું સંકટ તોળાઈ રહ્યું છે અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નું માનવું છે.

કે જો જલ્દી આ જિલ્લાઓમાં લોકડાઉન નહિ લગાવવામાં આવે તો કેસ નું ભારણ હજુ વધી શકે છે. આ સંદર્ભમાં મંત્રાલયએ પ્રસ્તાવ મોકલીને કહ્યું છે કે જે 150 જિલ્લામાં 50 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ છે.

ત્યાં જરૂરી સેવાઓ માં છૂટ આપીને લોકડાઉન લગાવવું પડશે નહીંતર સ્વાસ્થ્ય પ્રણાલી પર બહુ વધારે ભારણ વધી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મંગળવારે હાઈલેવલ મિટિંગમાં આની તરફેણ કરી હતી.

પરંતુ રાજ્ય સરકારોએ સલાહ આપ્યા બાદ કેન્દ્ર અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણય હજુ વધારે સંશોધિત કરી શકાય છે જોકે મંત્રાલયનું માનવું છે કે હજુ કેસ લોડ પર પોઝિટિવિટી રેટ ને નિયંત્રિક કરવું જરૂરી છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમારા વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે બહુ વધારે પોઝિટિવિટી રેટ વાળા જિલ્લાઓમાં આવનારા કેટલાક અઠવાડિયામાં કડક લોકડાઉન લગાવવું પડશે.

જેથી સંક્રમણની ચેન તોડી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કેટલાક રાજ્યમાં મહામારીની બીજી લહેર દરમિયાન રસ્તા પોઝિટિવિટી રેટ પર ચિંતા વ્યક્ત કરી છે.

જેના પરિણામ સ્વરૂપ સ્વાસ્થ્ય પ્રણાલી પર ભારણ વધશે. કેન્દ્રએ પહેલા જ રાજ્યો ને બિનજરૂરી અવરજવરને મર્યાદિત કરવાની સલાહ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!