દેશમાં લોકડાઉન નાંખવાનો મોદી સરકાર સામે આ છે પડકાર, શું દેશમાં ફરી લાગશે લોકડાઉન ?

258

કોરોના સંક્રમણ ની તેજ ઝડપ વચ્ચે કેટલાક રાજ્યોમાં કેટલાક દિવસો, મહિનાભર નું આંશિક અને પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે એવામાં દેશભર માં લોકડાઉન ની અટકળો પણ લાગી રહ્યું છે. જો દેશમાં મહિનાભર માં લોકડાઉન થાય છે.

તો એક રિપોર્ટ મુજબ દેશની 1 થી 2 ટકા જીડીપી સાફ થઈ જવાનું અનુમાન છે.બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ ઇન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં આ અનુમાન બતાવ્યું છે

કે મહિનાભરના નેશનલ લોકડાઉન ની દેશના ફૂલ સ્થાનીય ઉત્પાદન ના 1 થી 2 ટકા સુધી ના નુકશાન નું જોંખમ ઉભુ થઈ શકે છે.કોરોનાવાયરસ ની બીજી લહેર મોદી સરકાર માટે પડકાર બની ગઈ છે.

છેલ્લા 30 દિવસમાં કોરોના સંક્રમણ ના સામે દરરોજ આવનારા કેસની સંખ્યામાં 6.5 ગણો વધારો થયો છે. કોરોના સામે વધતા કેસ મામલે ભારતની સ્થિતિ ઘણી ખરાબ છે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થાનીય સ્તરે લોકડાઉન અને કરફ્યુ ને કડક બનાવીને સંક્રમણ રોકવા માટેના પ્રયાસો કરશે. તેમનું કહેવું છે.

કે નેશનલ લોકડાઉન થી દેશની વર્ષ 2021-22 ની જીડીપી માં જે 9 ટકા વૃદ્ધિનું અનુમાન છે તેમાં 3 ટકાનું જોખમ પેદા કરી શકે છે.આ સંકટની સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેન્ક આગળ આવીને સરકાર ની કલ્યાણકારી યોજનાઓમાં સહાયતા કરશે.

મફત અનાજ માટે 26 હજાર કરોડ રૂપિયા જોઈશે.જે દેશની જીડીપી ના 0.1 ટકા બરાબર છે.તે ખુલ્લા બજાર ની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપશે.લિકવીડીટી વધારવા જેવા ઉપાયો કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!