જન્મદિવસની ઉજવણી કરીને ઘરે આવતા ત્રણ જીગરી મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… બે મિત્રોના એક સાથે દર્દનાક મોત…

Published on: 12:28 pm, Sat, 7 October 23

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જન્મદિવસની ઉજવણી કરીને ત્રણ મિત્રો ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેય મિત્રો ઉપર ડમ્પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માતની ઘટનામાં ત્રણેય મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર બે મિત્રોના કરુણ મોત થયા છે. જ્યારે ત્રીજો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.  આ અકસ્માતની ઘટના રાજસ્થાનના અજમેરમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ત્રણ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પુષ્કર થી અજમેર જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બંને યુવક નર્સિંગના વિદ્યાર્થીઓ હતા. અકસ્માતની ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બધા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી દીધી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 24 વર્ષના ગજેન્દ્ર નામના યુવકનો જન્મદિવસ હતો. એટલા માટે ગજેન્દ્ર પોતાના મિત્ર દેવેન્દ્ર અને ચિરાગ સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે શુક્રવારના રોજ અજમેર થી પુષ્કર જવા માટે નીકળ્યો હતો.

અહીં જન્મદિવસની ઉજવણી કરીને ત્રણેય મિત્રો મોટી રાત્રે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક મંદિર પાસે તેઓ ત્રણેય થોડીક વાર ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થતો એક ઝડપી ડમ્પર અચાનક જ ત્રણેય મિત્રોની બાઈક પર પલટી ખાઈ ગયો હતો. જેના કારણે ત્રણેય મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ત્રણેય મિત્રોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દેવેન્દ્ર અને ચિરાગ અને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગજેન્દ્રની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. દેવેન્દ્ર અને ચિરાગના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસની ઉજવણી કરીને ઘરે આવતા ત્રણ જીગરી મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… બે મિત્રોના એક સાથે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*