સુરતના આ યુવાને નાની ઉંમરમાં એવો ધંધો શરૂ કર્યો કે… આજે ઉભી કરી નાખી 600 કરોડની કંપની… આજે વિદેશમાંથી કમાય છે કરોડો રૂપિયા…

Published on: 5:21 pm, Thu, 14 December 23

મિત્રો આજે આપણે સુરતના એક એવા યુવકની વાત કરવાના છીએ, જે સુરતમાં બેઠા બેઠા વિદેશોમાંથી કમાય છે કરોડો રૂપિયા. આ યુવક ભણવામાં સાવ નબળો હતો, પરંતુ યુવકને જે વસ્તુમાં રસ હતો તે ક્ષેત્રમાં આગળ વધ્યો એટલે આજે તેને કરોડો રૂપિયાની કંપની ઉભી કરીને આખી છે.

CEO Satish Hirpara – Medium

તો ચાલો જાણીએ કોણ છે આ યુવક. આ યુવકનું નામ સતીશ હિરપરા છે અને તેની ઉંમર અંદાજે 28 વર્ષની છે. સતીષ હિરપરાએ ખૂબ જ નાની ઉંમરે એક કંપનીની શરૂઆત કરી હતી. આજે તેની આ કંપની 127 દેશોમાં આયાત નિકાસ કરે છે.

સતીષ હિરપરાએ આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. સતીષ હિરપરા મૂળ અમરેલીના એક ગામનો વતની છે. તેને નાનપણથી જ ભણવામાં જરાય રસ ન હતો. છતાં પણ તેને ગમે તેમ કરીને સિવિલ એન્જિનિયરિંગ કર્યું.

પણ તેને ધંધો કરવામાં વધારે રસ હતો. એટલા માટે તેને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવાનું વિચાર્યું. પહેલીવાર તેને ખેતી પેદાશની વસ્તુઓનું આયાત નિકાસ કરી ત્યારે તેને 60 હજાર રૂપિયા નફો મળ્યો હતો. બસ ત્યાર પછી તો તેને ધીમે ધીમે આ ધંધામાં ખૂબ જ સફળતા મળવા લાગી.

આજે સતીષ હિરપરા 600 કરોડની કંપનીનો માલિક બની ગયો છે. તેની ઈમ્પોર્ટ એક્સપોર્ટની કંપની 127 જેટલા દેશમાં આયાત નિકાસ કરે છે. દર મહિને તેઓ વિદેશમાં તમામ વસ્તુઓ આયાત વિકાસ કરીને કરોડો રૂપિયાની આવક કમાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતના આ યુવાને નાની ઉંમરમાં એવો ધંધો શરૂ કર્યો કે… આજે ઉભી કરી નાખી 600 કરોડની કંપની… આજે વિદેશમાંથી કમાય છે કરોડો રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*