રાજકોટના આ યુવક ધોરણ 10ની પરીક્ષા માંડ માંડ પાસ થયા હતા, આજે તેઓ કલેકટર તરીકે ફરજ બજાવે છે – ચાલો જાણીએ તેમના સંઘર્ષની વાતો…

હાલમાં જ થોડા દિવસ પહેલા ધોરણ 10નો બોર્ડનુ પરિણામ જાહેર થયું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્‍ય સુધી પહોંચવા માટે રાત-દિવસ એક કરીને મહેનત કરી અને તેમની સફળતાનું પરિણામ પણ મેળવ્યું હતું. એવા વિદ્યાર્થીઓને ઘણા લોકોએ પ્રોત્સાહિત પણ કર્યા હતા.જે લોકોને ઓછા ટકા આવ્યા હોય તેમને દુ:ખી થવાની જરૂર નથી અને હિંમત હારવાની પણ જરૂર નથી.

જે કોઈ લોકોને ઓછા ટકા આવ્યા હશે તેવા લોકો પણ ધારે તો શું ના કરી શકે. એવા માં આજે આપણે એક યુવક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે યુવકને પણ દસમા ધોરણમાં ખૂબ જ ઓછા ટકા આવ્યા હતા. આ યુવકનું નામ તુષાર સુમેરા છે જે હાલ રાજકોટમાં રહે છે. તુષાર સુમેરા વિશે વાત કરીશું તો તેઓ થોડા વર્ષો પહેલા દસમા ધોરણમાં માંડ માંડ પાસ થયા હતા.

વિસ્તૃત જણાવીશ તો તુષાર ની ગણિત માં 36, વિજ્ઞાનમાં 38 અને અંગ્રેજીમાં 35 માર્ક્સ આવ્યા હતા. છતાં પણ તેમણે હાર માની ન હતી અને તુષાર સુમેરા આર્ટ્સમાં અભ્યાસ કરીને કોલેજ પૂર્ણ કરી. નવાઈની વાત તો એ કે જ્યારે તુષાર સુમેરા કોલેજમાં આવ્યા હતા ત્યારે તેમને પોતાનું નામ અંગ્રેજીમાં લખતા પણ સરખું આવડતું નહોતું.

છતાં તુષાર સુમેરા બીએડ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષકની નોકરી કરવાની શરૂઆત કરી હતી. તેમણે ધીમે ધીમે વિચાર્યું અને કલેક્ટર બનવાની ઈચ્છા જાગી તેથી તેમણે આ વાતની જાણ તેમના પિતાને કરી હતી. પિતાએ તુષારની પ્રોત્સાહિત કરતા કલેક્ટર બનવા માટેની તમામ માહિતી આપી હતી અને તેના માટે તૈયારી કરવાનું કહ્યું હતું.

તુષારભાઈ હાર ન માનતા તેમણે વર્ષ 2007માં નોકરી છોડીને UPSC પરીક્ષાની તૈયારી કરવાની શરૂઆત કરી દીધી. તનતોડ મહેનત કરીને તૈયારીઓ શરૂ કરી હતી.જેમાં UPSCની પરીક્ષામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા છતાં પણ તેમણે હાર માની ન હતી.

અને અંતે વર્ષ 2012માં કલેકટર બનીને પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું હતું અને આવું જ એક ઉત્તમ ઉદાહરણ તુષાર સુમેરા એ પૂરું પાડીને ઓછા ટકા આવેલા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. જેનાથી તેઓ કહી રહ્યા છે કે ઓછા ટકા આવે તો હિંમત હારવાની જરૂર નથી અને મહેનત કરીને આગળ વધી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*