મા-બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી…! આ દીકરીએ માતા-પિતાની સેવા કરવા માટે લગ્ન નથી કર્યા, તેમને અત્યાર સુધીમાં હજારો લગ્ન કરાવ્યા અને…

Published on: 12:41 pm, Sun, 12 June 22

આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.તેનું માત્ર એક જ હેતુ હતો કે તેને પોતાના માતા પિતા ની સેવા કરવી હતી. આ મહિલાએ ઘણા લોકોની મદદ પણ કરી છે સાથે આજ સુધી તેમણે કેટલાય લોકોના લગ્ન કરાવીને 38 જેટલા કન્યાદાન પણ કર્યા છે અને સમાજમાં માનવતા મહેકાવી છે.

મહિલા વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો ભાવનગરના રહેવાસી એવા કૌશલ્યા બેન દેસાઈ કે જેમણે લગ્ન નથી કર્યા.તેમની પોતાના માતા-પિતાની સેવા કરવા માટે અને તેમની જ સેવામાં આખું જીવન સમર્પિત કરી દીધું છે. જે જાણીને સૌ કોઇને નવાઇ લાગશે કે આવાં સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે.

આજ દિન સુધી ઘણી દીકરીઓના મા બનીને તેમના કન્યાદાન પણ કર્યા છે. આવી સેવા કરવાની ભાવના સૌ કોઇ માં હોતી નથી ત્યારે આ મહિલાએ સેવાના કાર્ય કરી માનવતા મહેકાવી છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકોએ તેમના જીવનમાં એક જ નિયમ લઇ લીધો હોય છે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સૌ કોઇ લોકોની મદદ કરતા રહેશે એવું જ એક ઉત્તમ ઉદાહરણ આપી કૌશલ્યાબેન પૂરું પાડ્યું છે.

જેમાં તેમણે પોતાનું આખું જીવન માત્ર લોકોની સેવામાં જ સમર્પિત કરી દીધું છે.હાલ તો કૌશલ્યાબેન પોતાના ખર્ચે સમૂહ લગ્ન પણ કરાવી રહ્યા છે. કૌશલ્ય બેને આજદિન સુધી 38 જેટલા કન્યાદાન કરીને સમાજમાં એક આગવી ઓળખ મેળવી છે. તેઓ કેટલીય દીકરીઓને મા બનીને તેમના કન્યાદાન પણ કર્યા છે.

જે વાત કોઈ નાની ના કહેવાય જે કોઈ દીકરી નિરાધાર હોય છે તેવી દીકરીઓને માની ખોટ ન વર્તાય તે માટે કૌશલ્યાબેન હંમેશા તત્પર રહ્યા છે અને એવી દીકરીઓના માતા બનીને તેમની સારસંભાળ રાખી રહ્યા છે. કૌશલ્યા બેનના આ યોજનાની કાર્યથી ઘણા લોકોએ તેમને સન્માન પણ કર્યા છે અને પ્રોત્સાહિત પણ કર્યા છે.

આવા સેવાના કામ કરીને સમાજમાં એક આગવી ઓળખ મેળવી અને સૌ કોઈ લોકોની આવી માનવતા મુકવા માટે પ્રેરણા પણ આપી છે. આવા જ સરાહનીય કાર્ય થી કૌશલ્યાબેન એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને હજુ પણ આગળની તેઓ પોતાનું જીવન માત્ર લોકોની સેવા કરવામાં જ અર્પણ કરી દેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મા-બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી…! આ દીકરીએ માતા-પિતાની સેવા કરવા માટે લગ્ન નથી કર્યા, તેમને અત્યાર સુધીમાં હજારો લગ્ન કરાવ્યા અને…"

Leave a comment

Your email address will not be published.


*