પિતાના મૃત્યુ બાદ માતાએ મજૂરી કામ કરીને દીકરીને ભણાવી, ત્યારે દીકરીએ ખૂબ જ નાની ઉંમરમાં IPS અધિકારી બનીને પોતાની માતાનું નામ દેશભરમાં રોશન કર્યું…

Published on: 12:54 pm, Sun, 12 June 22

હવે આપણા દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. દીકરીઓ દિવસ-રાત મહેનત કરીને આગળ વધી રહી છે. દીકરીઓ હવે સફળતા મેળવી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરી રહી છે. ઘણી એવી દીકરીઓ પણ હોય છે જે પોતાની કઠિન પરિસ્થિતિમાં દિવસ રાત મહેનત કરીને સફળતા મેળવે છે અને પરિવારને આર્થિક રીતે સહારો બને છે.

ક્યારે આજે આપણે એવી જ દીકરીની વાત કરવાના છીએ. આ બહાદુર દીકરીનું નામ દિવ્યા છે. દિવ્યા હરિયાણાના મહેન્દ્રગઢની રહેવાસી છે. દિવ્યા ના પિતાના મૃત્યુ બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. દિવ્યાના પિતાના મૃત્યુ બાદ તેની માતા પર ત્રણ બાળકો સાથે પરિવારની જવાબદારી આવી ગઈ હતી.

દિવ્યાની માતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજા લોકોના ઘરમાં જઈને કચરા-પોતાનું કામ કરીને પોતાના બાળકોનું ભરણપોષણ કરતી હતી. માતાએ દિવસ-રાત મહેનત કરીને પોતાના બાળકોને મોટા કર્યા હતા. દિવ્યા તેના પરિવાર સાથે એક નાનકડી રૂમમાં રહેતી હતી.

આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં પણ દિવ્યાની માતાએ દિવસ રાત મહેનત કરીને પોતાના ત્રણેય બાળકોને સારો અભ્યાસ કરાવ્યો હતો. ત્યારે દિવ્યાએ પોતાની માતાની મહેનતને વ્યર્થ ન જવા દીધી. દિવ્યા એ પણ સખત મહેનત કરીને UPSCની પરીક્ષા પાસ કરી અને પોતાની માતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.

દિવ્યા પરિવારનો આર્થિક સહારો બની ગઈ હતી. દિવ્યાએ UPSCની તૈયારી કોઈપણ જાતના કોચિંગ વગર કરી હતી. પરંતુ દીકરીની મહેનત છેવટે રંગ લાવી. દિવ્યાનું નાનપણથી જ આઇપીએસ અધિકારી બનવાનું સપનું હતું. પોતાનું આઇપીએસ અધિકારી બનવાનું સપનું પૂરું કરવા અને પરિવારનો આર્થિક રીતે સહારો બનવા માટે દિવ્યાએ ખુબજ નાની ઉંમરમાં UPSCની પરીક્ષા પાસ કરીને IPS અધિકારી બની ગઈ.

ખૂબ જ નાની ઉંમરમાં IPS અધિકારી બનીને દિવ્યાએ પોતાની માતા અને સમાજનું નામ દેશભરમાં રોશન કર્યું હતું. ગામના લોકો પણ દિવ્યાની સફળતા જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવ્યાના કારણે તેની માતાની મહેનત વ્યર્થ ન ગઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાના મૃત્યુ બાદ માતાએ મજૂરી કામ કરીને દીકરીને ભણાવી, ત્યારે દીકરીએ ખૂબ જ નાની ઉંમરમાં IPS અધિકારી બનીને પોતાની માતાનું નામ દેશભરમાં રોશન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*