દેશ માટે પોતાનો જીવ આપવો એ પણ એક ગર્વની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સૌની રક્ષા માટે દેશના જવાનો સરહદ પર દેશની રક્ષા કરી રહ્યા છે. દેશની સરહદ પર રક્ષા કરતા કરતા કેટલાક જવાનો પોતાનો જીવ ગુમાવી દે છે. આપણા દેશની સેવા કરતા આર્મી જવાન અને નેવીના જવાનો આપણી રક્ષા કરતા હોય છે.
ઠંડી હોય કે ગરમી કોઈ પણ જોયા વગર દેશની રક્ષા કરતા હોય છે. આ જવાનો શહીદ થાય તો આપણને ઘણું દુઃખ લાગતું હોય છે. દેશ માટે જીવ આપવો એ ગર્વની વાત છે.દેશની સેવામાં જતા લોકોમાં માતૃભૂમિ પ્રેમ અને દેશભક્તિ ખૂબ જ વધુ જોવા મળતી હોય છે.
દેશની રક્ષા કાજે ગમે ત્યારે શહીદ થવા તે લોકો તૈયાર હોય છે. હાલ થોડા સમય પહેલા એક સેનાનો જવાન શહીદ થયો હતો. આ સેનાના જવાન બિહારના ગોપાલગંજ જિલ્લાના હતા.
તેમનું નામ શહીદ સુધાંશુ સિંહ જે દેશની સેવા કરતા કરતા શહીદ થયા હતા અને તેમના શહીદી ના સમાચાર મળતાની સાથે જ પરિવારમાં શોક ના વાદળો છવાઈ ગયા હતા.
આ જવાન ની અંતિમ વિદાય વખતે આખું ગામ આવ્યું હતું. તેમની અંતિમ સંસ્કારમાં પણ આખું ગામ ભીની આંખે જોડાયું હતું, આ ગામના બધા જ લોકો રડી રહ્યા હતા અને આ જવાનની અંતિમ વિદાયમાં જોડાયા હતા.
જે વખતે આ શહીદ જવાનના પાર્થિવદેહને તેમના ઘરે લાવ્યા એ વખતે તેમના પરિવારના લોકો ખૂબ જ રડ્યા હતા અને બધાજ લોકોએ ભીની આંખે આ શાહિદને અંતિમ વિદાય આપી હતી. આપણા દેશની સેવા કરતા કરતા આ જવાન શહીદ થયા છે અને તેનું દુઃખ બધા લોકોને થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!