અનેક લોકોનો જીવ બચાવનાર મહિલા ડોક્ટર મૃત્યુ સામે હારી ગઈ, બાળકના જન્મ બાદ મહિલા ડોક્ટર નું મૃત્યુ …

122

દેશમાં કોરોના ની બીજી લેહર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ઉપરાંત કોરોનાની મહામારી માં ડૉક્ટરોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ ભાવે કોરોના ના દર્દી ની સેવા કરી છે.

કોરોના માં અનેક ડોક્ટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે કોરોનાની મહામારી માં એક મહિલા ડોક્ટરે અનેક લોકોના જીવ બચાવ્યા હતા અને તેણે દુનિયાને અલવિદા કહી દીધી છે.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક મહિલા ડોક્ટર છેલ્લા 141 દિવસથી વેન્ટિલેટર પર હતા. આખરે તેઓએ મૃત્યુ સામે પોતાની હાર માની છે. મળતી માહિતી મુજબ મહિલા ડોક્ટરને બચાવવાના ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના સીએમ મહિલા ડોક્ટરની સારવાર માટે દોઢ કરોડ રૂપિયાની સહાય પણ કરી હતી છતાં પણ મહિલા ડોક્ટર બચી શક્યા નથી. આપણે જે મહિલા ડોક્ટર ની વાત કરીએ છે તેમનું નામ છે શારદા સુમન. એવો પાંચ મહિના પહેલા ગર્ભવતી હોવા છતાં પણ કોરોનાની મહામારી ના કારણે પોતાની ફરજ પર હાજર રહેતા હતા.

અને કોરોના કાળમાં અનેક લોકોને તેઓએ સારવાર આપી છે. ત્યારે કોરોનાની મહામારી માં ડોક્ટર શારદા પણ કોરોના ની ઝપેટમાં આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ મહિલા ડોક્ટરને 14 એપ્રિલના રોજ લખનઉના રામ મનહોર લોહીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને તેઓની સારવાર ચાલુ હતી. ત્યારે ડોક્ટર શારદાએ 1 મી ના રોજ એક બાળકને જન્મ પણ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ ડૉક્ટર શારદા ની હાલત ગંભીર હોવાના કારણે 1 મેના રોજ બાળકને જન્મ આપી દેવામાં આવ્યો હતો. મહિલા ડોક્ટર શારદાના પતિ પણ ડૉક્ટર જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!