સુરતમાં કોરોના વકરવા માટે રત્ન કલાકારોને જવાબદાર માનતી સરકાર વિરુદ્ધ થયું આ કામ, રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી આ મોટી માંગ

Published on: 8:56 am, Fri, 21 August 20

કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય તેની સામે લડી રહ્યું છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત છે. ગુજરાત રાજ્યમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં દરરોજ ના કેટલાય કેસ આવે છે. સુરતમાં કોરોના વકરવા માટે નું કારણ હાઇકોર્ટ દ્વારા પૂછતા સરકારે પોતાની બેદરકારી નો ટોપલો રત્નકલાકારો માટે નાખતા રત્ન કલાકારો સરકારથી ભારે નારાજ છે.

સુરત શહેરમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વિસ્તારમાં વરાછા, કતારગામ,કાપોદ્રા માં આ મુદ્દે સરકારના કલાકારોની માફીની માંગ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ સરકારના આ વલણનો વિરોધ કરતા પોસ્ટર ની સાથે સાથે રત્નકલાકારોએ સરકારને માફીની માંગ કરતા સ્ટીકરો પણ પોતાના વાહનો પર લગાડ્યા છે.

રત્ન કલાકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન ખોલ્યા પછી હીરા ઉદ્યોગ ચાલુ કરવાની ગાઇડ લાઇન રાજ્ય સરકારે બનાવી હતી. આ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવાની લેખિત બાંયધરી હીરાઉદ્યોગકારોએ આપી હતી. સરકાર અને હીરાઉદ્યોગકારો જે વ્યવસ્થા આપે તે પ્રમાણે રત્ન કલાકારોને કામ કરવાનું હતું. તો પછી ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં રત્ન કલાકારોને કઈ રીતે કોરોના સંક્રમણ ફેલાવવા માટે દોષ આપી શકે? નિર્દોષ રત્ન કલાકારોની આ માંગ સાથે આગામી સમયમાં જોવાનું છે કે શું સરકાર આ લોકો સામે માફી માગશે!