આજે આપણે કિન્નર લીલાબાઈ વિશે વાત કરવાના છીએ. કિન્નર લીલાબાઈ 150 દીકરીઓની માતા છે. તમને આ વાત સાંભળીને થોડી નવાઇ લાગશે, પરંતુ આ વાત એકદમ સત્ય છે. ભલે ભગવાને કિન્નર લીલાબાઈના ગર્ભમાંથી એક પણ દીકરીને જન્મ ન આપ્યો હોય, પરંતુ હાલમાં કિન્નર લીલાબાઈ 150 થી પણ વધારે દીકરીઓની માતા છે. કિન્નર લીલાબાઈ આ દીકરીઓ અને તેમની સાચી માતા કરતાં પણ વધારે પ્રેમ આપે છે.
ગરીબ માતા-પિતા પાસે દીકરીની વિદાય વખતે દીકરી ને આપવા માટે કાંઈ હતું નહીં. ત્યારે કિન્નર લીલાબાઈ આગળ આવ્યા અને તમામ દીકરીઓને દત્તક લઈને માતાની ફરજ બજાવી હતી. કિન્નર લીલાબાઈ દીકરીના લગ્નનો સંપૂર્ણ ખર્ચો અને દીકરીને આપવામાં આવતી તમામ વસ્તુઓ નો ખર્ચો ઉઠાવે છે. લગભગ આજથી ત્રીસ વર્ષ પહેલા કિન્નર લીલાબાઈએ પોતાની નજીકના વિસ્તારમાં રહેતી એક ગરીબ દીકરીને દત્તક લઈને દીકરીના લગ્ન કરાવ્યા હતા.
કિન્નર લીલાબાઈને આ કામ કરીને ખુબ જ સુકુન મળ્યું હતું. ત્યારે કિન્નર લીલાબાઈને બાડમેર જિલ્લાના બાલોતરા નગર સહિત જિલ્લામાં જ્યાં પણ ગરીબ દીકરીઓ વિષે સાંભળવા મળ્યું તો તમામ દીકરીઓને મળીને દીકરીઓની તમામ જવાબદારીઓ પોતે ઉપાડી લીધી અને દીકરીના લગ્નનો પણ મોટેભાગેનો ખર્ચો કર્યો.
કિન્નર લીલાબાઈ દીકરીઓનું તેમની સાચી માતા કરતા પણ વધારે ધ્યાન રાખ્યું છે. તેથી દીકરીઓ આજે પણ કિન્નર લીલાબાઈને પાલનહાર માતા તરીકે જ જુએ છે. આ જ કારણોસર જ્યારે દીકરીઓ પિયર આવે છે. ત્યારે પોતાના ઘરે જાય તે પહેલા કિન્નર લીલાબાઈના ઘરે આવે છે અને તેમના આશીર્વાદ લે છે.
કિન્નર લીલાબાઈએ 30 વર્ષ પહેલા શરૂ કરેલો આ સફર અત્યાર સુધીમાં 150 થી વધારે દીકરીઓને દત્તક લઇને તેમની જરૂરિયાતના ખર્ચાઓ અને તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં પરંતુ લીલાબાઈએ જણાવ્યું છે કે, જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી આ જ રીતે ગરીબ દીકરીઓની મદદ કરવાનું ચાલુ રાખીશ.
એટલું જ નહીં પરંતુ લીલાબાઈ પોતાની કમાણીનો ચોથો ભાગ ગાય સેવા અને શિક્ષણ પાછળ ખર્ચે છે. જે જગ્યા પર કિન્નર લીલાબાઈ રહે છે. ત્યાં આસપાસ ઘણા એવા પરિવારો રહે છે જે આર્થિક રીતે ખૂબ જ નબળા છે. જેથી આ પરિવારના બાળકો શાળાની ફી, પુસ્તકો, કપડા અને ચંપલ વગેરે ખરીદવું અશક્ય છે.
ત્યારે કિન્નર લીલાબાઈએ આ બાળકોની શિક્ષણની તમામ જવાબદારીઓ પોતે ઉઠાવી લીધી છે. બાળકને સમયાંતરે શિક્ષણ માટેની જરૂરી વસ્તુઓનું વિતરણ કરે છે. આ ઉપરાંત કિન્નર લીલાબાઈએ ગાયો માટે પણ ખૂબ જ કાર્યો કરે છે. તેથી કિન્નર લીલાબાઈના નામને આગળ ગાય ભક્ત પણ લગાડવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment