પત્નીએ ગળુ દબાવીને પતિનો જીવ લઇ લીધો, પરિવારજનોનું કહેવું છે કે – અમને બધાને ઊંઘની દવા આપીને…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક પત્ની પર તેના પતિનો જીવ લેવાનો આરોપ છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, પત્નીએ રાત્રે અન્ય વ્યક્તિને ઘરે બોલાવીને પતિનો જીવ લીધો છે. આ ઘટના જયપુરમાં બની છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવકના પિતાની ફરીયાદના આધારે રવિવારે FIR દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર 21 વર્ષીય રવિના લગ્ન નવેમ્બર 2020માં 18 વર્ષીય સુમન સાથે થયા હતા. સુમન ધોરણ-12માં અભ્યાસ કરતી હતી અને લગ્ન બાદ તે પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. તે ક્યારેક-ક્યારેક અત્યારે સાસરે આવતી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકોની બહેનનો આરોપ છે કે, 12 માર્ચના રોજ શુ મને કોલ કરીને રવિ ને સાસરે લઇ જવાનું કહ્યું હતું.

ત્યારે લગભગ 8 વાગ્યાની આસપાસ રવિ પોતાની પત્ની સુમનને ઘરે લઈને આવ્યો હતો. હું મારા કામ પરથી પાછી આવું તે પહેલા તો સુમને લોટ બાંધીને રાખ્યો હતો. ત્યારબાદ મેં, પપ્પા અને ભાઈએ ખાધું હતું. મેં સુમનને બેથી ત્રણ વખત જમવાનું કહ્યું પરંતુ તેણે મન નથી તેમ કહીને ખાવાનો ઇનકાર કરી દીધો હતો. જમ્યા બાદ હું પોતાના રૂમમાં સુવા ચાલી ગયા અને સુમન અને મારો ભાઈ રવી બીજા રૂમમાં સુવા ચાલ્યા ગયા.

લોટ ની અંદર ઊંઘની ગોળી હોવાના કારણે બધા ગાઢ ઊંઘમાં સુઈ ગયા હતા. વધુમાં રવિની બહેને જણાવ્યું કે, તે જ દિવસે રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ ગેટ ખોલવાનો અવાજ આવ્યો હતો. પરંતુ મારી ઊંઘ ઊડી નહીં. 7:00 છતા પણ ભાઈ અને ભાભીના રૂમ નો દરવાજો ખૂલ્યો હતો. થોડીકવાર પછી તું મને રૂમમાંથી બહાર આવે છે અને કેવા લાગે છે કે આ શું થઈ ગયું.

મેં જ્યારે રૂમમાં જઈને જોયું ત્યારે રવિ બેડ પર બેભાન હાલતમાં પડયો હતો. ગળાના ભાગે ઈજાના નિશાન હતા. ત્યારબાદ રવિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રવિ ની બહેન નો આરોપ છે કે, સુમનને રવિનો જીવ લેવા માટે પ્લાનિંગ કર્યું હતું. લોટમાં ઊંઘની ગોળી નાખીને બધાને સુવડાવી દીધા હતા અને રાત્રે કોઈને ઘરે બોલાવીને રવિનો જીવ લઇ લીધો હતો.

જ્યારે પરિવારજનોએ આ સમગ્ર ઘટના અંગે સુમનને પૂછ્યું ત્યારે સુમને કહ્યું કે, રાત્રે રવિ ઓઢવાનું લઈને ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે મારી આંખ ઊઘડી ત્યારે મે રવિને લટકતી હાલ તે જોયો હતો. ત્યારબાદ મેં તેને ત્યાંથી નીચે ઉતારીને બેડ પર સુવડાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર રવિના અંતિમ સંસ્કાર પછી સુમન પિયર ચાલી ગઇ છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*