ગુજરાતમાં આ જગ્યાએ વરસાદની થઈ ગઈ શરૂઆત, ભારે પવન સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી…

Published on: 4:25 pm, Tue, 24 May 22

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટીવીટી ચાલુ થઈ ગઈ છે. સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે આજરોજ વહેલી સવારે ભારે પવન સાથે વલસાડમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.

વલસાડ શહેરમાં વહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પગલે ખેડૂતોને કેરીના તાપમાન નુકસાન થશે તેવો ડર સતાવી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા જ વલસાડના રોડ રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.

કાળઝાળ ગરમી વચ્ચે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આજરોજ વહેલી સવારે નોકરી પર નીકળેલા લોકો પણ અચાનક ધોધમાર વરસાદ પડતા ભીંજાઈ ગયા હતા. આજરોજ વહેલી સવારે ખૂબ જ ભારે પવન વલસાડમાં ફૂંકાઈ રહ્યો હતો.

ત્યારે અચાનક જ ભારે પવન સાથે વલસાડમાં વરસાદનું આગમન થયું હતું. ગઇકાલે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ વલસાડમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે એક ખૂબ જ મોટું ઝાડ પણ ધરાશાયી થયું હતું.

વલસાડના રહેવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા વલસાડ વાસીઓ ના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આ જગ્યાએ વરસાદની થઈ ગઈ શરૂઆત, ભારે પવન સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી…"

Leave a comment

Your email address will not be published.


*