આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ. જણાવતા કહીશ તો એક મહિલાને ખાણમાં ખોદકામ કરતી વખતે 10 લાખ રૂપિયાનો હીરો મળ્યો. જે રાતોરાત લખપતિ બની ગઈ કહી શકાય કે તેનું નસીબ ચમક્યો. એવામાં જ વાત કરીએ તો કૃષ્ણ કલ્યાણપુર પટની છીછરી ખાણમાંથી 2.08 કેરેટનો કિંમતી હીરો મળી આવ્યો છે.
હીરો લઈને એ મહિલા ઓફિસે પહોંચી હતી અને કાર્યાલયમાં જમા કરાવ્યો હતો. એ હીરાની કિંમત આશરે 8 થી 10 લાખ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વિસ્તૃતમાં જણાવીશ તો આ મહિલાનું નામ ચમેલી દેવી છે તેણે જણાવ્યું હતું કે મેં ત્રણ મહિના પહેલા 23 ફેબ્રુઆરીએ કૃષ્ણ કલ્યાણપુર પટ્ટાની હીરાની ખાણ માં લીઝ માટે હીરાના કાર્યાલય પાસેથી લીઝ પર લીધી હતી.
ત્યારે મેં ખાણમાં હીરા શોધવાનું કામ શરૂ કર્યું હતું અને મંગળવારના રોજ મને 2.08 કેરેટનો તેજસ્વી હીરો મળી આવ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે હું એક પ્લોટ ખરીદીશ અને ઘર બનાવીશ. તેના પતિ સાથે હીરાની ઓફિસે પહોંચી અને હીરો જમા કરાવ્યો એને જે પૈસા મળશે તેનાથી એ પોતાનું ઘર બનાવશે. હાલ તો તે એક ભાડાના મકાનમાં રહે છે હજુ સુધી પણ તેનું પોતાનું ઘર બન્યું નથી.
ડાયમંડ સેમ્પલ અનુપમ સિંહે જણાવ્યું હતું કે આ એક તેજસ્વી હીરો છે. જેની કિંમત આશરે 8.9 લાખ રૂપિયા મળી શકે છે જો આ હીરાની હરાજીમાં મૂકવામાં આવશે તો તેની સરકારની રોયલ્ટીના 12 ટકા અને 1 ટકા ટેક્સ કપાશે અને બાકીની રકમ બેંક એકાઉન્ટમાં નાંખવામાં આવશે. જેમાંથી લગભગ 8.30 લાખ રૂપિયા મળી શકે છે અત્યારે કહી શકાય કે આ ચમેલીનું રાતોરાત નસીબ ચમકી ઊઠ્યું.
હીરા વિશે વાત કરીએ તો હીરા ત્રણ પ્રકારના હોય છે પ્રથમ તેજસ્વી રત્ન છે બીજો મેલો અને ત્રીજો મઠો. વધુ કિંમત અને ગુણવત્તા ધરાવતો હીરો જે એકદમ સફેદ રંગનો હોય છે .જ્યારે કોઈ પણ વ્યક્તિને સરકારી જમીનને લીઝ પર મેળવી હોય ત્યારે એ પ્રક્રિયામાં પનામા સરકારી જમીનની લીઝ પર મેળવવા માટે અરજી નું ફોર્મ ભરવું પડે અને ડાયમંડ ઓફિસમાં ક્લાર્ક સુનિલકુમાર જાડવે કહ્યું કે અરજી ફોર્મની સાથે અમુક પુરાવા પણ જરૂરી છે અને ભરતિયુંની એક નકલ ઓફિસમાં સબમિટ કરાવવાની રહેશે.
તેને 20 દિવસની અંદર પટો મળી જાય છે અને ખાનગી જમીનમાં એવું હોય છે કે હીરાની ખાણ ચલાવવા માટે જમીન માલિક પાસેથી અમુક પુરાવા રજૂ કરવા પડે છે ત્યારબાદ ખાનગી ખાણમાં ગમે ત્યારે કામ કરી શકો છો. હીરો મેળવવાની પ્રક્રિયામાં જ્યારે હીરાની પ્રાપ્તિ થાય છે.
ત્યારે તે હીરાની ઓફિસમાં જમા કરાવવાનો રહે છે અને ત્યારબાદ તેને હરાજી થાય છે અને દેશના કોઈપણ મોટા ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લે છે અને નક્કી કરેલા ભાવમાંથી 12 ટકા આવક સરકાર દ્વારા કાપી બાકીની રકમ ડાયમંડ શોધનારને આપવામાં આવે છે અને આ અંગે છાપામાં જાહેરાત કરી બહાર પાડવામાં આવે છે, ત્યારે આ ચમેલીને એવો જ એક હીરો મળતાની સાથે જ તે કરોડપતિ બની ગઈ અને તેનું નસીબ ચમક્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment