નવસારીમાં શેરડીના ખેતરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનનું મૃતદેહ મળી આવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 10:08 am, Wed, 1 June 22

નવસારીમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીના નેશનલ હાઇવે 48 નજીક ખડસુપા ગામ પાસે આવેલા શેરડીના ખેતરમાં નજીકના ગામના એક યુવાનનો મૃતદેહ ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન બે દિવસ પહેલા ઘરેથી કપડાં લેવા જઉં છું તેમ કહીને નીકળ્યો હતો.

ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો. આ બાબતને લઈને મૃતક યુવાનના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી.  મળતી માહિતી અનુસાર નવસારી તાલુકાના નવા તળાવ ગામે મુકેશભાઈ નામના વ્યક્તિ પોતાના બે દીકરા સાથે રહે છે. જેમાં નાના દીકરાનું નામ ચેતન હતું.

ચેતન નવસારીની ગાર્ડા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર 28 મેના રોજ કપડા લેવા જઉં છું તેમ કહીને ચેતન ઘરેથી નીકળી ગયો હતો. રાત થઈ ગઈ છતાં પણ ચેતન ઘરે આવ્યો નહિ તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

ત્યારે મંગળવારના રોજ નેશનલ હાઇવે 48 પાસે આવેલ ખડસૂપા પાટિયા નજીક શેરડીના ખેતરમાંથી ચેતન મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે ચેતનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને જોતા ગામજનોને એવું લાગી રહ્યું છે કે યુવાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. મળતી માહિતી અનુસાર ચેતન મૃતદેહ શર્ટ કાઢેલી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઉપરાંત ચેતનના હાથમાં પણ માટી લાગેલી હતી. ચેતનના મૃત્યુ પાછળ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલમાં મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!