સુરતનું આ ગામ વિદેશથી કાંઈ કામ નથી..! એક પણ ઘર એવું નહીં હોય કે તેનો કોઈ સભ્ય વિદેશમાં ન હોય… તો ચાલો જાણીએ આ ગામ વિશે…

Published on: 10:49 am, Tue, 16 January 24

આપણે સૌ કોઈ લોકોએ સુરત શહેર વિશે તો જરૂર સાંભળ્યું હશે. સુરતને ડાયમંડ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે સુરતના એક અનોખા ગામ વિશે વાત કરવાના છીએ. કહેવાય છે કે સુરતનું આ ગામ પેરિસથી કંઈ કમ નથી. કહેવાય છે કે, આ ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં છે અને ગામનું નામ પણ ખૂબ જ અનોખું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ગામ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલું છે. સુરતના આ ગામને એના ગામના નામે ઓળખવામાં આવે છે. આ ગામના 2,000 થી પણ વધુ લોકો વિદેશમાં રહે છે.

અહીં ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામમાં લગભગ 400 જેટલા ઘર છે. જેમાંથી એક પણ ઘરે એવું નહીં હોય કે તેનો કોઈ સભ્ય વિદેશમાં ન હોય. એના ગામ લગભગ 640 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.

જ્યારે નવરાત્રિના દિવસો હોય ત્યારે એના ગામમાં થતી નવરાત્રી ખૂબ જ વખણાય છે અને દૂર દૂરથી લોકો અહીં નવરાત્રિ જોવા માટે આવે છે. ગામના લોકો મોટા મોટા દેશોમાં કમાવા માટે જાય છે. તે લોકો જે પણ રૂપિયા કમાય છે તેનો મોટેભાગનો રૂપિયો ગામના વિકાસ પાછળ વાપરે છે.

આ ગામમાં એક અનોખી ડ્રેનેજ કંટ્રોલ સિસ્ટમ, ક્રિકેટ મેદાન અને અન્ય રમતના મેદાનો પણ છે. ગામમાં બે મોટા મંદિર ઉપરાંત હાઈસ્કૂલ પણ છે. આ ગામની કેટલીક તસવીરો પણ તમે સોશિયલ મીડિયા પર જોઈ જ હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતનું આ ગામ વિદેશથી કાંઈ કામ નથી..! એક પણ ઘર એવું નહીં હોય કે તેનો કોઈ સભ્ય વિદેશમાં ન હોય… તો ચાલો જાણીએ આ ગામ વિશે…"

Leave a comment

Your email address will not be published.


*