ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના આ દિગ્ગજ નેતા એ ભાજપના જ નેતાઓને ખખડાવ્યા,જાણો શું કહું?

Published on: 5:48 pm, Tue, 5 January 21

ધીરે-ધીરે કોરોના વાયરસના સંક્રમણ માં ઘટાડો થઈ રહ્યો છે અને બીજી બાજુ કોરોના ની રસી નું આગમન થવાની તૈયારી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.

અને ત્યારે ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા નું ભવ્ય સ્વાગત કર્યું હતું.ત્યારે ત્યાં કોરોનાની માર્ગદર્શિકા નું ઉલ્લંઘન થયું હતું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા છે.

અને આ દરમિયાન તેમને ધારાસભ્યો, સાંસદો અને ઇન્ચાર્જ સાથે મીટિંગ કરી હતી. જે.પી.નડ્ડા એ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા હાકલ કરી હતી.આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત આવેલા આ દિગ્ગજ નેતાએ ભાજપના નેતાઓને એક ટકોર કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપ પાસે નરેન્દ્ર મોદી, અમિત શાહના સબળ નેતૃત્વ છે તો બીજી તરફ કોંગ્રેસની ડૂબતી નાવ છે. કોંગ્રેસમાં આજે બધુ અસ્તવ્યસ્ત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!