મિત્રો આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ઘણા એવા લોકો છે જેઓ જીવનમાં આગળ વધવા માટે પોતાનું ભૂતકાળ સાવ એટલે સાવ ભૂલી જતા હોય છે. જ્યારે ઘણા એવા લોકો છે જેઓ લાખો રૂપિયા કમાતા હોય છે.
પરંતુ એકદમ સાદાય ભર્યું જીવન જીવતા હોય છે અને પોતાનું ભૂતકાળ કોઈ દિવસ ભૂલતા ન હોય. ત્યારે આજે આપણે તેવા જ એક કાકાની વાત કરવાના છીએ. કાકા આજે એવું કામ કરી રહ્યા છે કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો. મિત્રો આ કાકાનું નામ અમૃતભાઈ પટેલ છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, અમૃત ભાઈનો દર મહિનાનો પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ તેઓ આજે સાઇકલ લઈને ફરે છે અને ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. મિત્રો અમૃતભાઈ પોતાના પગારનો મોટો હિસ્સો વિદ્યાર્થીઓના મદદ માટે ખર્ચે છે. એટલું જ નહીં પરંતુ તેમના ધર્મપત્ની પર ઘરે સૂવાનું કામ કરે છે અને જેમાંથી જે પૈસા ભેગા થાય છે. તે પૈસા તે સેવાના કામમાં વાપરે છે. અમૃતભાઈ હાલમાં નિકોલમાં રહે છે.
અમૃતભાઈ રેલવેમાં પાયલોટ તરીકે નોકરી કરે છે. તેમનો દર મહિનાનો પગાર 175000 રૂપિયા છે. દર મહિને એટલો પગાર આવતો હોવા છતાં પણ તેઓ એકદમ સાધુ જીવન જીવી રહ્યા છે. તેઓ 33 વર્ષની ઉંમરથી પોતાના પગારનો મોટો હિસ્સો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખર્ચે છે.
જે પણ વિદ્યાર્થી ગરીબ હોય છે તેને અમૃતભાઈ પોતાના ખર્ચે ભણાવે છે. પૈસા બચાવવા માટે તેઓ દરરોજ ઘરેથી આઠ કિલોમીટર દૂર સાયકલ લઈને પોતાની ઓફિસે જાય છે. અત્યાર સુધીમાં અમૃતભાઈની મદદ થી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે અને ઘણા એન્જિનિયર પણ બની ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment