પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને હરાવવા પ્રધાનમંત્રી મોદીની રેલી પહેલા ભાજપે બદલે આ રણનીતિ, જાણો શું ?

બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલી ગજવશે ત્યારે આ જનસભા પહેલા ભાજપે પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે અને મમતા બેનર્જી પર કોઈ પર્સનલ અટેક નહીં કરે પણ સરકાર ની નિષ્ફળતાઓને ગણાવશે. પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઈને આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તાબડતોબ પ્રચાર ચાલુ થવા જઈ રહ્યો છે.

આજે પ્રધાનમંત્રી મોદી બંગાળના પુરુલિયા માં જાહેર સભાને સંબોધિત કરશે જ્યારે ભાજપમાં રેલી પહેલા પોતાની રણ નીતિ માં મોટો ફેરફાર કર્યો છે.ભાજપે નક્કી કર્યું છે કે મમતા પર્સનલ અટેક નહીં કરવામાં આવે.

અને સરકારની નાકામીઓને જણાવવામાં આવશે. પીએમ મોદી અસમના કરીમગંજમાં પણ રેલી કરવાના છે. બંગાળમાં પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે ભાજપ દ્વારા કમર કસીને કામ કરવામાં આવ્યું છે.

આ રાજ્યમાં 27 માર્ચે પહેલું વોટિંગ થવાનું છે ત્યારે હવે પ્રધાનમંત્રી મોદી મોરચો સંભાળ્યા મેદાનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ સભા પહેલા ટ્વિટ કરીને કહ્યું કે આવતીકાલે મને બંગાળના ભાઇ-બહેનો વચ્ચે હાજર થવાનો અવસર મળશે.

પુરુલિયા માં એક જનસભાને સંબોધિત કરી અને આખા બંગાળમાં પરિવર્તન ઈચ્છા જાગૃત થઈ ગઈ છે અને ભાજપનો સુશાનનો એજન્ડા લોકોને ખૂબ ગમી રહ્યો છે.નોંધનીય છે કે મીડિયા અહેવાલ અનુસાર સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

કે હવે ભાજપે હવે રણનીતિમાં બદલાવ કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે હવે મમતા બેનર્જી પર્સનલ હુમલા ઓછા કરી દેવામાં આવશે અને સરકાર જે કમીઓ છે તેના પર બહાર લાવવામાં આવશે.

નોંધનીય છે કે મમતા બેનરજી બંગાળ માં સહાનુભૂતિ મેળવવા માગે છે અને તેના માટે વહિલચેર પર સભાઓ કરી રહ્યા છે. મમતા બેનરજીના આ દાવ સામે ભાજપે નક્કી કર્યું છે કે હવેથી પર્સનલ હુમલા કરીને મમતાને ફૂટેજ આપવામાં આવશે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*