મિત્રો છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોની વિવાદિત ટિપ્પણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સંતો ભગવાન મહાદેવ અને બ્રહ્માજી પર વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. જેને લઇને તેમનો ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક સંતોએ તો પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી છે.
ત્યારે આ બધા વચ્ચે વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હનુમાનજી મહારાજને લઈને કહે છે કે, હનુમાનજી એ કોઈ ભગવાન નથી પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીબો મેળવ્યો છે કે, ભગવાન રામે તેમને પોતાની સમાન ભુજનીય બનાવ્યા છે.
જો એ વાતો નારાજગી છે શુક્રજી છે સંત કાદીકો છે. આ બધાએ હનુમાનજી મહારાજની સમાન જ ભુજની છે આ બધા કોઈ ભગવાન નથી. આ તમામ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે. એટલે કે તેઓ સંત છે તેમને સંત કહી શકાય અને બ્રહ્મચારી કહી શકાય.
એટલે હનુમાનજીને સંત કહી શકાય પરંતુ હનુમાનજીને ભગવાને ન કહી શકાય. આ પ્રકારની વિવાદિત ટિપ્પણી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા કરવામાં આવી છે. દેવોના દેવ મહાદેવ ઉપર થયેલી વિવાદિત ટિપ્પણી બાદ હવે હનુમાનજી મહારાજ ઉપર થયેલી વિવાદિત ટિપ્પણીઓના કારણે હિન્દુ ધર્મના લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનોના કારણે લોકોની લાગણી દુબઈ રહે છે. લગભગ બે દિવસ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાયરલ થયેલા વીડિયોને લઈને ગઢડાની અંદર ફરિયાદો નોંધવામાં આવી છે. મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકો ભેગા થઈને રૂપનાથ ચરણદાસ સ્વામી, કૃષ્ણ વલ્લભ સ્વામી અને આનંદ સાગર સ્વામી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment