ધોધમાર વરસાદ વચ્ચે અચાનક જ દિવાલ પડતા નીચે સુતેલા 9 લોકોને મૃત્યુ, અંતિમ ચિખો સાંભળીને હૈયુ ધ્રુજી જશે..!

Published on: 10:34 am, Fri, 16 September 22

દેશના અનેક રાજ્યોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે લખનવમાં ભારે વરસાદની વચ્ચે બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. દિલખુશ કોલોનીમાં નિર્માણધીન દિવાલ ધરાસાઈ થતા 9 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્માણધીન બાઉન્ડ્રી ઓલ પાસે લોકો સુતા હતા.

આ દરમિયાન અચાનક જ દિવાલ પડી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ અને બચાવટીની ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતકોમાં ત્રણ બાળકો 18 વર્ષથી નાના અને કેટલાક સ્ત્રી અને પુરુષોનો સમાવેશ થાય છે.

આર્મી કેન્ટ પાસે આ દુર્ઘટના બનતા જ સેનાના જવાનો પણ બચાવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યો છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારી સારવાર મળે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મજૂરોએ ઈંટ અને માટીની કાચી દીવાલ બનાવી હતી. એની મદદથી ઝુંપડું બાંધીને મજૂરો ત્યાં રહેતા હતા. લખનઉમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.

ત્યારે અચાનક જ રાત્રે 03:00 વાગ્યાની આસપાસ દિવાલ પડી હતી. સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડવાના કારણે દિવાલ ખૂબ જ નબળી બની ગઈ હતી. ત્યાં દિવાલ પાસે સુતેલા કેટલાક મજૂરો પર આ દિવાલ પડી હતી. જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોધમાર વરસાદ વચ્ચે અચાનક જ દિવાલ પડતા નીચે સુતેલા 9 લોકોને મૃત્યુ, અંતિમ ચિખો સાંભળીને હૈયુ ધ્રુજી જશે..!"

Leave a comment

Your email address will not be published.


*