માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે વાત કરીએ તો માં મોગલ ને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવાથી ભક્તોના દુઃખ અને સમસ્યા દૂર થાય છે. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે ભકતોની હર એક સમસ્યા દૂર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે.
માં મોગલ એ અત્યાર સુધી ઘણા લોકોને પરચાઓ બતાવ્યા છે ત્યારે કહી શકાય કે માં મોગલ હાજરા હજુર છે ત્યારે દરરોજ હજારો દીન દુખિયાઓ માં મોગલ ના દરબારમાં આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. ત્યારે વાત કરીએ તો એક ભક્તને મોગલે માનતા પુરી કરી હોવાથી તે કબરાઉ થી આવેલા માં મોગલ ધામ આવી પહોંચ્યો હતો.
કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ એ મણીધર બાપુ પણ બિરાજમાન છે, ત્યારે યુવકે માં મોગલ ને ચરણે 1100 રૂપિયા અર્પણ કર્યા ત્યારે મણીધર બાપુએ આ યુવકની આશીર્વાદ આપતા પૂછ્યું કે શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે ઘણા સમયથી મને છાતીનો દુખાવો હતો.
ઘણી દવાઓ કરાવી છતાં ફરક પડતો ન હતો તેથી માં મોગલ ની માનતા માની હતી અને મોગલ માં લીધા પછી તરત જ મને એ તકલીફ ઓછી થવા જઈ રહી હતી તેથી હું મારી માનતા પૂર્ણ કરવા આવ્યો છું. ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતાં કહ્યું કે પહેલા દવા અને પછી દુઆ.
ત્યારે જ્યારે દવા કામ નથી લાગતી ત્યારે ભગવાન ની દુઆ કામ લાગે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખવાથી દરેક સમસ્યાઓ પૂર્ણ થાય છે અને આ યુવક પર પરચો બતાવ્યો અને યુવકને છાતીનો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો.
વધુમાં મણીધર બાપુ 1100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી માનતા પૂર્ણ કરી છે અને 10 ગણિત સ્વીકારી છે આ પૈસા તો તારી દીકરીને આપ છે એટલે માં મોગલ રાજી થઈ જશે. કહી શકીએ કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેને કોઈ રૂપિયાની જરૂર નથી તેમના પર શ્રદ્ધા રાખવાથી તે અવશ્ય ભક્તોના દુઃખ દૂર કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment