થોડા દિવસ પહેલાં બહેનની ડોલી ઉઠાવનાર એકના એક ભાઈની અર્થી ઉઠી : એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ, પરિવારજનોનું કહેવું છે કે…

Published on: 12:59 pm, Sun, 15 May 22

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે બ્યુટીક માં કામ કરતા એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલા યુવકના પરિવારના લોકો શનિવારના રોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પરિવારના લોકોએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા અને તેમને શાંત પાડવામાં આવ્યા હતા. પરિવાર અને સમાજના લોકોનો આક્ષેપ છે કે, મૃત્યુ પામેલા યુવકનો જીવ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ધીરજ છે. આ કેસને લઇને હજુ પોલીસે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. એક બ્યુટીકમાં કામ કરતા ધીરજ પરમાર નામના યુવકનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના ગળા પર નિશાન જોવા. તેથી યુવકનો જીવ લેવામાં આવ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુ નું સાચું કારણ જાણી શકાશે.

મૃતક ધીરજના પરિવારજનોનો આક્ષેપ છે કે, ધીરજના બ્યુટીક માં કામ કરતી મહિલા સાથે સંબંધ હતા. આ કારણોસર મહિલાના પરિવારજનોએ ગળુ દબાવીને ધીરજનો જીવ લઇ લીધો હશે. અમને આ ઘટનાની માહિતી મળે તે પહેલાં તો ધીરજને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સફેદ ચાદરમાં લપેટી દેવામાં આવ્યો હતો.

જ્યારે અમે ચાદર ખોલીને મૃતદેહ જોયું ત્યારે ખબર પડી ગઈ ધીરજના ગળા પર નિશાન જોવા મળ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થોડાક દિવસ પહેલા જ ધીરજની બહેનના લગ્ન હતા. ધીરજ 6 બહેનો એક માત્ર ભાઈ હતો. ધીરજના મૃત્યુના કારણે પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

થોડાક દિવસ પહેલા જ બહેનની ડોલે ઉઠાવનાર ભાઈની અર્થી ઉઠતા બહેનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી. મૃત્યુ પામેલા ધીરજને એક ત્રણ વર્ષનો દીકરો છે. ધીરજના મૃત્યુના કારણે ત્રણ વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સમગ્ર ઘટનાને લઇને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "થોડા દિવસ પહેલાં બહેનની ડોલી ઉઠાવનાર એકના એક ભાઈની અર્થી ઉઠી : એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ, પરિવારજનોનું કહેવું છે કે…"

Leave a comment

Your email address will not be published.


*