હનુમાનજીના દર્શન કરવા માટે આ વ્યક્તિ સમુદ્રમાં 5 કિલોમીટર જેટલું તરીને આવ્યા, જાણો આવું કરવા પાછળનું કારણ…

હજુ બે દિવસ પહેલા જ હનુમાન જયંતી ગઈ ત્યારે હનુમાનજીના ભક્તો દૂરદૂરથી તેમના દર્શનાર્થે હનુમાનજીના મંદિરે ઉમટી પડ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. ત્યારે હનુમાનજીના મંદિરમાં ભારે ભીડ પણ ઉમટી પડી હતી. એટલું જ નહીં પરંતુ અમુક મંદિરોમાં તો બટુક ભોજન, મહાપ્રસાદી જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.

અમુક લોકો ભગવાન પ્રત્યેની માન્યતા એટલી રાખતા હોય છે કે એ ભગવાન પૂરી પણ કરે છે.ત્યારે હનુમાનજીને અમુક લોકો સિંદૂર અને લાડુ ચડાવીને પોતાની માન્યતા પૂર્ણ કરે છે. અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. એવામાં આપણી સમક્ષ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આપ સૌ લોકો આશ્ચર્યચકિત થઈ જશો.

ત્યારે ઓખાનો એક યુવક હનુમાનજી નો પરમ ભક્ત તેથી તે હનુમાનજી પ્રત્યેની અલગ-અલગ આસ્થા અને શ્રધ્ધા રાખતા હોવાથી તે હનુમાનજીના મંદિરે દર હનુમાન જયંતીએ આવે છે. આ યુવક વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો યુવકનું નામ રાજુ લાખાભા સુમાણીયા છે. જે ઓખામાં રહે છે અને તે વ્યક્તિ હનુમાન જયંતીના દિવસે હનુમાનજી ના આશીર્વાદ લેવા માટે ઓખાથી બેટ સમુદ્રમાં આશરે 5 કિલોમીટર જેટલું અંતર હશે.

તે અંતર કે સમુદ્રમાં તરી ને હનુમાનજીના મંદિરે હનુમાનજી ના આશીર્વાદ મેળવવા માટે આવે છે જે અચરજ ભરી વાત કહી શકાય. કહેવાય છે કે હનુમાનજીને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તે અચૂક માન્યતાઓ પૂર્ણ કરે છે અને ભગવાન હનુમાનજીના પરમ ભક્ત પણ એવા હોય છે કે જે ભગવાનના આશીર્વાદ લેવા માટે કોઈ પણ કરી બેસે છે.

એવો જ એક કિસ્સો આપણી સમક્ષ આવ્યો હતો જેમાં ચોંકાવનારી ઘટના સામે આવી કે સમુદ્રમાં પાંચ કિલોમીટર જેટલું તરીને હનુમાનજી ના દર્શનાર્થે આવે છે અને આશીર્વાદ લે છે. એટલું જ નહીં પરંતુ અમે તમને જણાવી દઈએ તો રાજુભાઈ છેલ્લા પાંચ વર્ષથી આવી રીતે હનુમાન જયંતી માં સમુદ્ર પાર કરીને આવે છે.

ત્યારે તેમને ઓખાની કેટલીક સામાજિક સંસ્થાએ પુરસ્કાર અને સન્માન પણ કર્યા છે, ત્યારે આવા પરમ ભક્તને હનુમાનજી ના આશીર્વાદ પણ મળી રહેશે અને રાજુભાઈ ને ઘણી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરાયા ત્યારે કહેવાય છે કે ભગવાનને પામવા માટે કોઈ ભેટ કે દાનની જરૂર નથી જો માત્ર તેમને ભાવથી માનવામાં આવે તો અચૂક આપણી માન્યતાઓ પૂર્ણ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*