સામાન્ય લોકોને પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી.પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે અને આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે,જયારે અન્ય શહેરોમાં પણ કીંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાની કિંમત ને વટાવી ગયું છે.
મુંબઈ ની વાત કરીએ તો પેટ્રોલ લિટરદીઠ 94 રૂપિયાની પાર પહોંચી ગયું છે અને મુંબઈમાં પેટ્રોલની કિંમત ટૂંક સમયમાં સદી ફટકારી શકે છે.પેટ્રોલના વધતા જતા ભાવને લઈને ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ અજય બંસલે કહ્યુ કે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાનું મુખ્ય કારણ જીએસટી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા ઉઘરાવવામાં આવે છે અને આશરે 70 ટકા જેટલો થાય છે. જીએસટી એ સર્વોચ્ચ ટેકસ સલેબ 28 ટકા રાખવામાં આવે.
તો પેટ્રોલની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.આ વર્ષે ની શરૂઆત થી અત્યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો થયો છે. વૈશ્વિક ઓઈલ બેચ માર્ક બ્રેન્ટ ફૂડ ની કિંમત 60 ડોલરને વટાવી ગઈ છે.
જે પાછલા વર્ષમાં સૌથી વધુ છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.36 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment