પાટીદાર ઉમેદવારોને હરાવવા પાટીદાર અનામત આંદોલન સમિતિ મેદાનમાં, જાણો અલ્પેશ કથીરીયાએ શું કર્યું એલાન.

243

આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. પાટીદાર અનામત આંદોલનના નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. તેના સમર્થકોને ટિકિટ ન મળતા તેને ઉમેદવારી નોંધાવી ન હતી.

આ ઉપરાંત ધાર્મિક ના સમર્થનમાં બે ઉમેદવારોએ ઉમેદવારી કોંગ્રેસમાંથી પાછી ખેંચી લીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા 12 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત કરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.

જોકે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.હવે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ લડી લેવાના મૂડમાં છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મામલો ગરમાયો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

અને સુરત પાસ સમિતિ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે.જે પાટીદાર ઉમેદવારો એ સમાજને સાથ નથી આપવો તેનો વિરોધ કરવામાં આવશે. ઉમેદવારો સામે કોર કમિટી બનાવવામાં આવી છે.

અને વિવિધ વોર્ડમાં બેનરો,પોસ્તરો સહિત ડોર પ્રચાર કરી અન્ય પાર્ટીના ઉમેદવારને મત આપવા પ્રચાર કરાશે,તેમ પાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા.

જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને.

ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીઓ નજીક આવતા પાટીદાર સમાજના અલ્પેશ કથીરિયાએ પાટીદાર સમાજના કોંગ્રેસ ના ઉમેદવારો નો વિરોધ કરવાનું એલાન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!