શું શંકરસિંહ વાઘેલાની સાથે સાથે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસમાં આવશે? જાણો શું છે મહત્વના સમાચાર.

398

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પણ શરૂ થઇ ચૂકયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા શંકરસિંહની સાથે-સાથે અલ્પેશ ઠાકોર ને પણ પરત લાવવાના પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે રાજકીય પક્ષમાં નારાજ થયેલા.

નેતાઓ અને કાર્યકરોને ખેંચવાના પણ પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ આવશે જેના પગલે કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાઓએ ઉત્તરો આપવા થી બચી રહ્યા છે પરંતુ તાજેતરમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે સોનિયા ગાંધી અને.

રાહુલ ગાંધી દિલ્હી મંત્રણા માટે બોલાવશે તો હું તેમને મળવા માટે તૈયાર હોવાનો સ્વીકાર કર્યો હતો.શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી નો મુદ્દો હજી અનિર્ણિત રહો છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા.

અલ્પેશ ઠાકોર ભાજપમાં ચૂંટણી હાર્યા પછી હાસિયામાં ધકેલાઈ ગયા છે.ભાજપમાં જોડાયા બાદ પાટીદાર નેતાઓ દ્વારા અલ્પેશ ની અવગણના થતી હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. બનાસકાંઠામાં પણ શંકર ચૌધરી જેવા કદાવર નેતા સામે.

અલ્પેશ ઠાકોર કઈ ખાસ ઉકાળી શક્યા નહીં.ભાજપમાં હોદાની તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ અલ્પેશ ઠાકોરની મહત્વનું કોઈ પદ પ્રાપ્ત થયું નથી જેના કારણે અલ્પેશ ઠાકોર ભાજપમાં હોવા.

છતાં પણ પક્ષમાં નહીં હોવાનો અહેસાસ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અધૂરી રહેલી રાજકીય મહત્વકાંક્ષા પૂરી કરવા શંકરસિંહ વાઘેલાની સાથે સાથે કોંગ્રેસમાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!