મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત શહેરમાં લગભગ ત્રણ દાયકા પેલા હીરાનો ઉદ્યોગ ધમધમતો થયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે લગભગ 1990 ના દાયકાઓમાં વેપારીઓને અને દલાલોને લીધેલા હીરાનું જોખમ રહેતું હતું એટલે દરેક વેપારીઓ લોકર સુવિધા રાખતા હતા. એટલા માટે હીરાના વેપારીઓ કે દલાલ ને હીરાનો જોખમ ન રહે.
ત્યારે કાનજીભાઈ નામના વ્યક્તિ પણ હીરાનો વેપાર કરતા હતા. તેઓ હીરાના વેપારી હતા એટલે તેમને લોકરની સુવિધા જોતી હતી. જો લોકર જોતું હોય તો બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી હતું. એટલા માટે કાનજીભાઈ બેંકમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા.
જ્યારે કાનજીભાઈ બેંકમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે તેમને ખાતું ખોલાવવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા બધા ધક્કા ખાવા પડ્યા હતા. લગભગ કાનજીભાઈ ત્રણ મહિના સુધી બેંકના ધક્કા ખાધા પરંતુ તેમનું ખાતું ખોલ્યું નહીં. એટલે તેઓ બેંકની આ વ્યવસ્થાથી ખૂબ જ કંટાળી ગયા હતા.
પછી કાનજીભાઈએ સમાજસેવક માવજીભાઈ માવાની પાસે બેંકના મેનેજરને એકાઉન્ટ ખોલાવવાની ભલામણ કરાવી. છતાં પણ ખાતું ખોલવામાં ખૂબ જ વાર લાગતી હતી. પછી તો કાનજીભાઈ ને વિચાર આવ્યો કે, એક એવી બેન્ક ખોલીશ કે જેમાં માત્ર પાંચ જ મિનિટમાં તમારું ખાતું ખુલ્લી જશે.
ત્યારબાદ કાનજીભાઈ “ઘી વરાછા કો ઓપરેટિવ બેન્ક” ખોલવા માટેનું કામ શરૂ કરી દીધું. ત્યારબાદ લગભગ 1995 માં કાનજીભાઈ પોતાની બેન્ક શરૂ કરી. મિત્રો તમને જણાવી દઈએ કે લગભગ અઢી દાયકાથી આ બેંક સેવામાં છે અને કહેવાય છે કે હાલમાં આ બેંક ગુજરાતની ટોપ 10 બેંકમાં સામેલ થાય છે.
મિત્રો વરાછા બેંકનું કામ ખૂબ જ સારું છે અને અહીં ખાતું પણ ખૂબ જ ઝડપથી ખુલ્લી જાય છે. બેંકના ખાતાધારકોને વગર કામના ધક્કા ખાવા પડતા નથી. હાલમાં તો વરાછા બેંક સુરત, અમદાવાદ, નવસારી ઉપરાંત અનેક જિલ્લાઓમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment