ગરીબોના મસિયા અને ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા… જુઓ કેટલીક ખાસ તસવીરો…

Published on: 11:22 am, Sat, 9 December 23

મિત્રો તમે ગુજરાતના લોકલાડીલા એવા ખજૂરભાઈને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ અત્યાર સુધીમાં ઘણા ગરીબ લોકોના દુઃખ દૂર કરીને તેમના જીવન ખુશીઓથી ભરી દીધા છે. ઉપરાંત તમે ખજૂરભાઈના સેવાના કામ વિશે સોશિયલ મીડિયા પર સાંભળતા જ હશો.

 

View this post on Instagram

 

A post shared by @anokha_gujju_

તમે સૌ જાણતા હશો કે, આજથી ઘણા સમય પહેલા ખજૂર ભાઈની સગાઈ મીનાક્ષી દવે સાથે થઈ હતી. જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તેમના સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ફોટા જોઈને લોકોએ આ જોડીને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા.

ખજૂરભાઈની સગાઈ થઈ ગયા બાદ બધા તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે રીતી રિવાજ મુજબ 8 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે.

ત્યારે હાલમાં તો સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈના લગ્નના ફોટા અને તેમની જાનના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયો અને ફોટા જોઈને સમગ્ર ગુજરાતના લોકો ખજૂર ભાઈને ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

હંમેશા ગરીબ લોકોની સેવા કરનાર ગુજરાતના લોકલાડીલા ખજૂર ભાઈ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગરીબ પ્રત્યેના સેવા ભાવના કાર્યથી વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલા ખજૂર ભાઈને અમારી વેબસાઈટ તરફથી પણ લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગરીબોના મસિયા અને ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા… જુઓ કેટલીક ખાસ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*