આ વ્યક્તિએ મારુતિ કંપનીની પહેલી કાર આટલા રૂપિયામાં ખરીદી હતી, કંપનીએ 39 વર્ષ બાદ આ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી લઈ લીધી – જાણો કેમ?

Published on: 12:10 pm, Thu, 20 October 22

મિત્રો એક જમાનો હતો ત્યારે મારુતિ-સુઝુકી કંપની કારની ખૂબ જ ડિમાન્ડ હતી. બજારમાં જ્યાં જુઓ ત્યાં મારુતિ-સુઝુકી કંપનીની જ કાર જોવા મળતી હતી. હવે કંપની SUV સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવવાના પ્રયાસો કરી રહી છે. મારુતિ આજે શાનદાર ફીચર્સ વાળી કાર બજારમાં વેચી રહે છે. દેશમાં કંપનીના લાખો ગ્રાહકો છે.

શું મિત્રો તમે જાણો છો દેશમાં મારુતિ કંપનીની પ્રથમ કાર કોણે ખરીદી હતી? મારુતિની પ્રથમ કાર મારુતિ 800 ના પ્રથમ ખરીદનાર કોણ ? મિત્રો તમને જણાવી દઈએ કે નવી દિલ્હીના રહેવાસી હરપાલ સિંહએ મારુતિ સુઝુકીના હરિયાણા પ્લાન્ટ માંથી નીકળેલી પ્રથમ મારુતિ-800 કાર ખરીદી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે દેશના તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના હાથે કારની ચાવી હરપાલસિંહને આપી હતી. 2010માં હરપાલસિંહનું દુઃખદ નિધન થયું હતું. તેમનું નિધન થયું ત્યારે તેમની મારુતિ 800 કાર તેમની પાસે જ હતી. કારનો રજીસ્ટર નંબર DIA 6478 હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે પ્રદર્શન માટે મારુતિ કંપનીએ પોતાની પ્રથમ કાર કંપનીના હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે રાખી છે. 1983માં મારુતિની પહેલી કાર લોન્ચ થઈ હતી. જ્યારે મારુતિ 800 કાર લોન્ચ થાય ત્યારે તેની કિંમત 46 હજાર 500 રૂપિયા હતી. મારુતિ કંપનીની પહેલી કાર હરિયાણામાં મારુતિ ઉધોગ લિમિટેડમાં બનાવવામાં આવી હતી.

ધીમે ધીમે મારુતિ કંપનીની કાર લોકોને એટલી પસંદ આવવા લાગી કે 2004 સુધીમાં ભારતમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ હતી. પછી મારુતિ કંપનીએ મારુતિ અલ્ટો કાર લોન્ચ કરી હતી. આકાર લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગઈ જેથી કંપનીએ 2010માં મારુતિ 800નું ઉત્પાદન બંધ કરી દીધું હતું. 

જ્યારે હરપાલસિંહનું મૃત્યુ થયું ત્યારે તેમની મારુતિ 800 સાવ સડેલી હાલતમાં હતી. આ પછી કંપનીએ પોતાની કારને રિસોર કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીએ કારના તમામ મૂળ સ્પેરપાર્ટ અને સાધનો ફરીથી એસેમ્બલ કર્યા હતા. આકાર હવે દિલ્હીના રસ્તા ઉપર દોડવા માટે સમક્ષ નથી. જેથી કારને ભારતમાં તેની પ્રથમ સક્સેસ સ્ટોરી તરીકે કંપનીના હેડક્વાટરમાં પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિએ મારુતિ કંપનીની પહેલી કાર આટલા રૂપિયામાં ખરીદી હતી, કંપનીએ 39 વર્ષ બાદ આ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી લઈ લીધી – જાણો કેમ?"

Leave a comment

Your email address will not be published.


*