આ મહાદેવ નો ભગત 13 હજાર કિલોમીટર ચાલીને બારે જ્યોતિર્લિંગના કરશે દર્શન,જાણો રાજકોટ પહોંચેલો યુવક સંદેશ લઈને શા માટે નીકળ્યો?

Published on: 5:53 pm, Sun, 6 November 22

આજના સમયમાં લોકોને મિત્રો એક કિલોમીટર ચાલવાનું કે તો પણ તેઓને આળસ આવતી હોય છે અને જો કદાચ ચાલે તો તેમનો પરસેવો નીકળી જતો હોય છે. ક્યારે કોઈ 13000 કિલોમીટરની યાત્રા કરવાનું કહે એટલે તો આપણને શું પણ વિચાર આવે અને આજના સમયમાં બદલાતી જતી લાઈફ સ્ટાઈલ એ લોકોને સુવિધા આપી છે.

અને લોકોની આળસ પણ વધી છે ત્યારે ચાલી જવાનું વાત તો દૂર પણ આપણામાંથી જ ઘણા લોકો એવા પણ હોય છે કે જે બીજાનો સહારો લેવા કરતા ચાલીને જવાનું વધારે પસંદ કરતા હોય કરતા હોય છે. આજે અમે તમને એવા યુવક વિશે જણાવવાના છીએ જેને 13000 કિલોમીટર ચાલીને મહાદેવના દર્શન કરવાના છે.

ભારતમાં સનાતન ધર્મ કાયમ રહે અને અખંડ ભારત બને તે માટે આ યુવકે સંકલ્પ કર્યો છે કે તે ભારતના 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરશે અને એ પણ 13000 કિલોમીટર ચાલીને અને ખૂબ જ મોટી આપણા માટે ગર્વ ની વાત કહેવાય કે યુવક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે.

અને તેનું નામ દીપક ગુજર છે અને આ યુવકે પોતાની પગપાળા ઉત્તર પ્રદેશની શરૂ કરી છે અને હાલમાં તે થોડાક સમય પહેલા રાજકોટ પહોંચ્યો છે અને અહીંયા સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યાંથી તે પગપાળા યાત્રામાં આગળ વધશે.

રાજકોટ પહોંચેલા દીપક ગુજરે વાતચીત દરમિયાન જણાવ્યું કે હું ભારતના ચારધામની યાત્રા અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરશે. યુવકે અત્યાર સુધીમાં 3,500 km ની પગપાળા યાત્રા પૂરી કરી છે ને રાજકોટ પહોંચ્યો છે. આ યુવકે બદ્રીનાથ કેદારનાથ ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર ના દર્શન કર્યા છે. સોમનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે નીકળ્યો છે.

અને પગપાળા યાત્રા કરવાનો ઉપદેશ એટલો જ કે સનાતન ધર્મના વધારેમાં વધારે પ્રચાર થાય અને બધા એક રહે અને સંગઠનમાં રહે અને આપણું ભારત ફરી અખંડ ભારત બની રહે અને વધુમાં વૃક્ષો વાવો અને વૃક્ષો કાપો નહીં અને ત્યાં ન કરો અને એકત્ર થઈને રહો તેવા વિઝન સાથે તે રહો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહાદેવ નો ભગત 13 હજાર કિલોમીટર ચાલીને બારે જ્યોતિર્લિંગના કરશે દર્શન,જાણો રાજકોટ પહોંચેલો યુવક સંદેશ લઈને શા માટે નીકળ્યો?"

Leave a comment

Your email address will not be published.


*