પરિવારનો સ્તંભ પિતાને માનવામાં આવે છે. એક પરિવાર ની બધી જવાબદારીઓ પિતા પર હોય છે. જો પિતા ને કંઈ થઈ જાય તો આખો પરિવાર રસ્તા પર આવી જાય છે. પરિવારનું ગુજરાન ચલાવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઉત્તર પ્રદેશના મોહમ્મદભાઈ સાથે પણ આવું જ કઈ થયું છે.
તે પોતાના ઘરમાં કામ કરતાં કરતાં નીચે પડી ગયા હતા. જ્યારથી તે નીચે પડી ગયા હતા ત્યારથી તેમનું અડધુ શરીર કામ કરવાનું બંધ કરી દીધું છે. મોહમ્મદભાઈ ના નાના બાળકો પણ છે.
અને આજે તેમના કામ ન કરી શકવાને કારણે તેમના પરિવારની સ્થિતિ એવી બની ગઈ છે કે ગુજરાન ચલાવવા માટે ભીખ માગવાની નોબત આવી છે. મોહમ્મદભાઈ ને નાનો દીકરો છે અને દીકરો પિતાને રોજ બોલે છે કે તમે ઊભા થઈ જાઓ મારે તમારી સાથે રમવું છે.
મોહમ્મદભાઈ પણ પોતાના દીકરા ની વાતો સાંભળીને રડવા લાગે છે. તેમની સારવાર માટે પૈસાની જરૂર છે અને તેમની પત્નીના પાયો કોઈક વાર તેમની બહેનના કારણસર તેઓની મદદ કરી દે છે. આજુબાજુ રહેતા લોકો પણ કોઈ વાર તેમને મદદ કરે છે. તેનાથી તેમના મહિનાનો ખર્ચો નીકળી જાય છે.
મોહમ્મદભાઈ ને એવી મદદની જરૂર છે કે તે પોતાના પગ પર ઊભા થઈ શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને પોતાના દીકરાને બજાર લઈ જઈ શકે અને તેની સાથે રમી શકે.
તેમની આવી હાલત ની સ્થિતિને જાણી ને એક યુવક દિલ્હીથી 500 કિલોમીટર દૂર તેમને મદદ કરવા માટે આવી ગયો. તેને કહ્યું કે જ્યાં સુધી તે બીમાર રહશે એટલા સમય સુધી તેમાં ઘરે દર મહિને કરિયાણા પહોંચી જશે અને ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ મદદ પણ કરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment