12 વર્ષની માસૂમ બાળકી કૂતરાને બચાવવા જતા 9માં માળેથી નીચે પડી પડી ગઈ, બાળકીનું મૃત્યુ…

103

હાલમાં યુપીમાંથી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 12 વર્ષની બાળકીનું 9મા માળેથી નીચે પડી જતાં મૃત્યુ થયું છે. બાળકી ઘરમાં કુતરા ના બચ્ચા સાથે રમી રહી હતી જ્યારે કૂતરું રમતો રમતો બાલ્કનીમાં ગયું હતું અને બાલ્કની ની જાળી માં ફસાઈ ગયું હતું.

ત્યારે બાળકી જાળીમાંથી કુતરા ને બહાર કાઢવા જઈ રહી હતી ત્યારે બાળકી પોતાનું સંતુલન ગુમાવે છે અને ત્યાંથી નીચે પડી જાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના ગાઝિયાબાદના ગોવિંદપુર સ્થિત ગોર હોમ્સ સોસાયટી ની છે.

પ્રાથમિક તપાસ અનુસાર બાળકીનું નામ જ્યોત્સ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે બાળકીના પિતા કામ પર ગયા હતા અને બાળકી અને તેની માતા ઘરે હતા.

મૃત્યુ પામેલી બાળકી તેના માતા-પિતાની એક જ સંતાન હતી. ઉપરાંત આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે ઘટના લગભગ 12 વાગ્યાની આસપાસ બની હતી. બાળકી જ્યારે કુતરા સાથે ઘરમાં રમતી હતી.

ત્યારે કુતરુ અચાનક બાલ્કની જાળીમાં ફસાઈ જાય છે અને બાળકી કૂતરાને બચાવવા જાય છે ત્યારે બાળકી પોતાનું સંતુલન ગુમાવે છે અને નવમા માળેથી નીચે પડી જાય છે.

બાળકી નો અવાજ સાંભળીને તેની માતા દોડતી દોડતી નીચે પહોંચે છે. અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે પરંતુ ત્યાં બાળકીનું મૃત્યુ થાય છે. મળતી માહિતી મુજબ બાળકી સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!