સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે તમે કેટલા એવા કપલના વિડીયો જોયા હશે જેઓ જાહેરમાં ન કરવાની વસ્તુઓ કરતા હોય છે. ખાસ કરીને દિલ્હી મેટ્રો ટ્રેનમાં આવા કિસ્સાઓ ખૂબ જ વધારે બને છે. ત્યારે હવે દિલ્હીમાં મેટ્રો ટ્રેન બાદ ચાલતી બાઈક પર રોમાન્સ કરતા કપલનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં એક યુવક અને યુવતી ચાલુ બાઈક પર ન કરવાની હરકતો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો દિલ્હીના મંગોલપુરી પાસે બનેલા આઉટ રીંગ રોડ ફ્લાયઓવરનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ફ્લાયઓવર પર એક યુવક બાઈક ચલાવી રહ્યો છે. બાઈક ચલાવતી વખતે યુવકે પોતાની સાથે આવેલી યુવતીને પેટ્રોલની ટાંકી ઉપર એટલે કે પોતાના ખોળામાં બેસાડેલી છે.
બંને જાહેરમાં એકબીજાને ગળે વળગી રહ્યા છે. વધુમાં તમે જોઈ શકો છો કે બાઈક ચાલક આડેધડ બાઈક ચલાવી રહ્યો છે. રસ્તા ઉપર આવા દ્રશ્યો જોઈને એક કાર ચાલક યુવકે પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Idiot’s of Delhi
Time – 7:15pm
Day – Sunday 16-July
Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5— 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023
વિડીયો શેર કરનાર વ્યક્તિએ આ કપલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈ તેવી દિલ્હી પોલીસને માંગ કરી છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો ક, જાણે પોતાના બાપાનો રોડ હોય તેમ યુવક અને યુવતી જાહેરમાં ચાલુ બાઈક પર રોમેન્સ કરી રહ્યા છે.
વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર @Buntea નામની આઈડી પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 80,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સામાં આવી ગયા છે. ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આવા લોકોના કારણે જ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.b
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment