ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યો આવો કેસ કે જેમાં શ્વાન ના મૃત્યુ પર માલિકને મળ્યું લાખોનું વળતર,જાણો શું છે કારણ

Published on: 10:29 am, Sun, 26 December 21

મહારાષ્ટ્રમાં વર્ષો બાદ કાયદાકીય લડાઈ બાદ શ્વાન ના માલિક ને એક કેસમાં વળતર આપવા આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. કોટ વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે આ માલિકને 162000 રૂપિયા વળતર આપવામાં આવે.

નોંધનીય છે કે આ પ્રકારે પાલતુ પ્રાણી માટે વળતર આપવાનો આદેશ અપાયો હોય તેવો આ ભારતના ઈતિહાસમાં પ્રથમ કેસ છે.તેથી આ કેસની દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

વ્યાજ સાથે માલિકને કુલ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે.નોંધનીય છે કે મહારાષ્ટ્રના ચંદ્રપુર માં 2013 માં એક રોડ અકસ્માતમાં શ્વાન નું મૃત્યુ થયું હતું અને તેના મોત માટે આઠ વર્ષ બાદ વીમા કંપનીને કુલ ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

કેસના વકીલ જયપ્રકાશ પાંડેએ કહ્યું કે અમારો ધ્યેય એક જ હતો કે દેશભરમાં એક સંદેશ જાય કે રસ્તા પર માણસ ચાલતો હોય કે પછી પ્રાણી બધાના જીવનની કિંમત છે અને સુરક્ષા રાખવાની જવાબદારી વાહન ચલાવનારની છે.કોર્ટમાં કેસ આઠ વર્ષથી ચાલી રહ્યો હતો

અને લડાઈ ખૂબ જ કઠણ રહી હતી.આ માલિક ઉમેશ ભટકરે મોટર એક્સિડેન્ટલ ક્લેમ ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરીને પાંચ લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. માલિકે કહ્યુ કે તે દિવસે તેઓ તેનાં પાલતુ પ્રાણી ને લઈને રસ્તા પર આંટો મારી રહ્યા હતા અને સ્કૂલ બસ એ આવી ને ટક્કર મારી દીધી. ત્યારબાદ fir પણ કરવામાં આવી અને પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યો આવો કેસ કે જેમાં શ્વાન ના મૃત્યુ પર માલિકને મળ્યું લાખોનું વળતર,જાણો શું છે કારણ"

Leave a comment

Your email address will not be published.


*