જોવા જેવી થઈ આ તો..! અડધી રાત્રે ગર્લફ્રેન્ડને મળવા ગયેલા યુવકને લોકોએ પકડીને કર્યું એવું કે…ગામના બધા લોકો હચમચી ગયા…

Published on: 11:22 am, Wed, 12 October 22

દેશમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ઘણા કિસ્સાઓ એવા હોય છે જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી દેશમાં પ્રેમ સંબંધો અને લગ્નોતર સંબંધોના કારણે થતી અપરાધોની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

ત્યારે બિહારના મોતીહારી માંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોકી જશો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, પવન નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં બંધાયો હતો. બંને એકબીજાને છેલ્લા ઘણા વર્ષોથી પ્રેમ કરતા હતા.

બંને એકબીજાને મળવા માટે છાનામાના અવારનવાર ઘણી જગ્યાએ મળતા હતા. પરંતુ પવન એક દિવસ પોતાની પ્રેમિકાને મળવા જાય છે. ત્યારે તેની સાથે કંઈક એવું થાય છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર એક દિવસ મોડી રાત્રે પોતાની પ્રેમિકા ને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.

પવન જ્યારે પોતાની પ્રેમિકાને મળવા જાય છે ત્યારે પડોશીઓ પવનને જોઈ ગયા હતા. જ્યારે પવન પોતાની પ્રેમિકાને મળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પ્રેમિકાના પરિવારના લોકો અને આજુબાજુના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સૌપ્રથમ તમામ લોકોએ મળીને પવનની ધુલાઈ કરીને તેને ગામ પંચાયતમાં લઈ ગયા હતા.

પંચાયતના નિર્ણય અનુસાર, પવન અને યુવતી બંને એકબીજાને પ્રેમ કરે છે અને બંનેનો પ્રેમ સંબંધ વર્ષોથી છે. એટલા માટે બંનેના એકબીજા સાથે લગ્ન કરાવી દેવામાં આવે. પંચાયતે બંનેના લગ્ન દિવસે નહીં પરંતુ તે જ દિવસે મોડી રાત્રે કરાવી દીધા હતા. મળતી માહિતી અનુસાર યુવતીનું નામ સંજુ કુમારી હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જોવા જેવી થઈ આ તો..! અડધી રાત્રે ગર્લફ્રેન્ડને મળવા ગયેલા યુવકને લોકોએ પકડીને કર્યું એવું કે…ગામના બધા લોકો હચમચી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*