આને કહેવાય સાચો પ્રેમ..! આ મહિલાએ સગાઈ બાદ પોતાના બંને પગ ગુમાવ્યા, પછી યુવકે સગાઈ તોડવાની જગ્યાએ કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈ દિલ ખુશ થઈ જશે…

આજના જમાનામાં પ્રેમની પરિભાષા ઘણા ઓછા લોકો સમજે છે. ત્યારે આજે અમે તમને એવી પ્રેમ કહાની વિશે જણાવવાના છીએ જેની સામે બોલીવુડના ફિલ્મની લવ સ્ટોરી પણ પાછી પડી જશે. મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર પાટણના મહાવીર સિંહ અને રીનલબાના પ્રેમની કહાનીની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે.

ચારેબાજુ સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં તેમની વાહ વાહ થઈ રહી છે. તો ચાલો આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ. પાટણના હારિજ કુકરાણા ગામના મહાવીર સિંહ નામના વ્યક્તિની સગાઈ રીનલબા નામની યુવતી સાથે થઈ હતી. સગાઈ બાદ એક અકસ્માતની ઘટનામાં રીનલબાએ પોતાના બંને પગ ગુમાવ્યા હતા.

જેમના કારણે રીનલબા દિવ્યાંગ થઈ ગયા હતા. ત્યારબાદ મહાવીર સિંહ સગાઈ તોડવાની જગ્યાએ એવો નિર્ણય લીધો કે સૌ કોઈનું દિલ જીતી લીધું. આ ઘટના સાંભળીને તમે પણ મહાવીર સિંહની વાહ વાહ કરશો. મહાવીર સિંહ અને રીનલબાની સગાઈ બે વર્ષ પહેલા થઈ હતી.

સગાઈના બે મહિના બાદ જ્યારે રીનલબા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક વૃક્ષ નીચે પડ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં રીનલબાનું કમરનું હાડકું ભાગી ગયું હતું અને જેના કારણે તેઓ બંને પગથી દિવ્યાંગ થઈ ગયા હતા. બે વર્ષથી તેઓ પથારીવશમાં રહે છે.

તેઓ સરખી રીતે ચાલી પણ નથી શકતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ સમાજના વડીલો એ બંનેની સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે રીનલબા સાવ પડી ભાગ્યા હતા. પરંતુ ત્યારે મહાવીર સિંહ સગાઈ તોડવાની ના પાડે છે અને રીનલબા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે.

રીનલબા દિવ્યાંગ થઈ ગયા હોવાના કારણે બંનેના પરિવારો આ લગ્નથી ખૂબ જ નારાજ હતા. દિવ્યાંગ યુવતી લગ્ન ન કરવા માટે મહાવીર સિંહને સમજાવતી હતી. પરંતુ મહાવીરસિંહ કોઈની વાત સાંભળતા નથી તેઓ રીનલબાને પોતાના હાથમાં ઉઠાવીને કોર્ટમાં લઈ જાય છે અને ત્યાં તેમની સાથે લગ્ન કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*