જસદણમાં પટેલ યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 6:21 pm, Sun, 4 December 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જસદણમાં બનેલી એક જીવ ટુકાવાની ઘટના સામે આવી છે. અહીં એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રીકી નટવરલાલ હિરપરા હતું અને અને તેમની ઉંમર 27 વર્ષની હતી.

રીકીભાઈ જસદણની મધ્યમાં આવેલા મોતી ચોક વિસ્તારમાં રહેતા હતા અને રાજકોટમાં ફિલ્ટર પાણીનો ધંધો કરતા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે તેમના ઘરે કોઈને હતું અને એકલતાનો લાભ ઉઠાવીને તેમને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટ પરથી જાણવા મળ્યું કે રિકી ભાઈ માનસિક બીમારીના કારણે પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આવો જ એક અન્ય બનાવ વિંછીયાના બંધાળી ગામમાં બન્યો હતો. આ ઘટનામાં 23 વર્ષેની વર્ષાબેન બુધેશભાઈ મકવાણા નામની મહિલાનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા વીછીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલી મહિલાના લગ્ન દસ મહિના પહેલા થયા હતા. કોઈ અગમ્યા કારણોસર મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે હાલમાં તેવી માહિતી સામે આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જસદણમાં પટેલ યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*