ટુ ઈન વન..! બે બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…આવી ઘટના પહેલા ક્યારેય નહીં સાંભળી હોય…

Published on: 9:28 pm, Sun, 4 December 22

હાલમાં બનેલી એક ચોકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર લગ્ન વિશે સાંભળ્યું હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો એવો કિસ્સો વાયરલ થઈ રહ્યો છે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ લગ્નમાં બે બહેનોએ એક છોકરા સાથે લગ્ન કર્યા હતા.

ત્રણેયના લગ્ન શુક્રવારના રોજ થયા હતા. આ લગ્ન હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે. બંને બહેનો IT એન્જિનિયર છે. બંને બહેનોએ અતુલ નામના યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમનો લગ્નનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ લગ્ન ખરેખર કાયદાકીય રીતે યોગ્ય છે. વીડિયો સામે આવતા જ પોલીસે અતુલ સામે કેસ નોંધ્યો છે.મળતી માહિતી અનુસાર પિંકી અને રિંકી નામની બંને બહેનો મુંબઈમાં આઈટી એન્જિનિયર છે. જ્યારે અતુલ મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ કરે છે.

થોડાક દિવસો પહેલા જ રીંકી અને પિંકીના પિતા નું નિધન થયું હતું. પિતાના મૃત્યુ બાદ બંને બહેનો માલશિરસ તાલુકામાં રહેવા માટે આવી ગઈ હતી.પિતાના મૃત્યુ બાદ બંને બહેનોની માતા પણ બીમાર રહેવા લાગી હતી. થોડાક દિવસો પહેલા બંને બહેનોની માતા ની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી.

ત્યારે માતાને હોસ્પિટલ લઈ જવા માટે અતુલે મદદ કરી હતી. ત્યારબાદ બંને બહેનો અને અતુલ વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. આ ગાઢ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ અને ત્યારબાદ બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી પરિવારની સહમાંથી ત્રણેય લગ્ન કર્યા હતા. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નવાઈની વાત એ છે કે પરિવારના લોકોને પણ આ લગ્નથી કોઈ પણ પ્રકારનો વાંધો ન હતો. લગ્ન નો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે અતુલ સામે ફરીયાદ નોંધી હતી. પોલીસે અતુલ વિરુદ્ધ 494 કલમ હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.આ ત્રણેયના લગ્ન વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો