ઘણા કિસ્સાઓ આપણી આસપાસ જોવા મળતા હોય છે કે જેમાં મહિલાઓ નોકરીની સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ સંભાળતી હોય છે. તેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી શિપ્રા દીક્ષિતની સાથે થયો હતો.
શિપ્રા દીક્ષિતના પિતા યુપી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને અચાનક તેના પિતાનું મુત્યુ થયું હતું.તેના પિતાની જગ્યાએ તેની નોકરીમાં નિમણુક કરવામાં આવી પરંતુ શિપ્રાએ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું પણ તેને તેની લાયકાત પ્રમાણે તેને એ પ્રકારનું કોઈ પદ આપવામાં આવ્યું ન હતું.
તેના ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તે મજબૂરીમાં આ નોકરી કરવી પડી હતી. શિપ્રા ને કોઈ પ્રમોશન કે રજા મળતી ન હતી.તે પાંચ મહિનાની નાની બાળકી હતી પણ તેનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું
એટલે તેને પાંચ મહિનાની નાની બાળકીને લઈને શિપરા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગોરખપુર ડેપોમાં બસ કંડક્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.શિપ્રા પાંચ મહિનાની નાની બાળકીને લઈને ૧૬૫ કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.
શિપ્રાની આ વાતની જાણ વરિષ્ઠ અધિકારીઓને ને પણ કરી હતી પણ તેઓએ પણ અરજી મંજુર ના કરી અને રજા આપવાની પણ ના પાડી દીધી હતી.આથી આ શિપ્રાએ તેનું ઘર ચલાવવા માટે તેની પાંચ મહિનાની બાળકીને સાથે લઈને તેના ઘરની જવાબદારી સંભાળતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.