મિત્રો દેશી જુગાડનું નામ આવે એટલે ભારત દેશનું નામ પહેલા હોય છે. આપણા દેશના લોકો ગમે તેવા મુશ્કેલી ભર્યા કામને દેશી જુગાડ કરીને તેને ખૂબ જ આસાન બનાવી દેતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર દેશી જુગાડના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ખાસ કરીને ઉનાળામાં દિવસોમાં ગરમીથી બચવા માટે ઘણા લોકોએ કરેલા દેશી જુગાડના વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે.
ત્યારે હાલમાં તેઓ જ એક દેશી જુગાડનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નમાં આવેલા મહેમાનોને ગરમીથી બચાવવા માટે પરિવારના સભ્યોએ એવો દેશી જુગાડ બનાવ્યો છે કે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આ લગ્નમાં પરિવારના સભ્યોએ મહેમાનોને કાળઝાળ ગરમીના પ્રકોપથી બચાવવા માટે થ્રેસર મશીનનો ઉપયોગ કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન મંડપ પાસે થ્રેસર મશીન મૂકેલું જોવા મળી રહ્યું છે. લગ્નમાં આવેલા મહેમાનોને ગરમી ન થાય તે માટે પરિવારના સભ્યોએ થ્રેસર મશીન મૂકીને મહેમાનોને ગરમીમાંથી મુક્ત કર્યા છે.
જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો IPS ઓફિસર Awanish Sharan નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકો એ જોયો છે. ઉપરાંત 15,000 થી પણ વધારે લોકોની આ દેશી જુગાડનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે.
“थ्रेशर” की हवा से बारातियों का स्वागत. ग़ज़ब का आइडिया. pic.twitter.com/ewV1XeVZqG
— Awanish Sharan (@AwanishSharan) May 10, 2022
અનોખો દેશી જુગાડ જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે થ્રેસર મશીનના કારણે લગ્નમાં આવતા મહેમાનોને ઠંડી હવા મળી રહે છે અને કેટલાક લોકો તો આ દેશી જુગાડ જોઈને ત્યાં ઊભા રહીને સેલ્ફી પડાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment