લગ્નમાં ડાન્સ કરતા-કરતા યુવકને મોત આંબી ગયું, ડાન્સ કરતી વખતે અચાનક જ યુવક સાથે કંઈક એવું બન્યું કે… જુઓ મોતનો લાઇવ વિડિયો…

Published on: 11:40 am, Mon, 27 February 23

છેલ્લા ઘણા સમયથી ડાન્સ કરતી વખતે અથવા તો જીમમાં કસરત કરતી વખતે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નમાં ડાન્સ કરતી વખતે એક યુવક સાથે કંઈક એવી ઘટના બની કે લગ્નની ખુશીમાં માત્ર છવાઈ ગયો હતો.

લગ્નમાં જ્યારે યુવક ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેનું મૃત્યુ થઈ ગયું હતું હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ કરતી વખતે અચાનક જીવો કે જમીન પર ઢળી પડ્યો હતો.

ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના 25 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદ થી લગભગ 200 કિલોમીટર દૂર નિર્મલ જિલ્લાના પારડી ગામમાં લગ્ન પ્રસંગમાં બની હતી. અહીં લગ્નમાં મહારાષ્ટ્રનો રહેવાસી મોતીમ નામનો યુવક તેના સંબંધીઓ સાથે લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો.

જ્યારે યુવક ડાન્સ કરી રહ્યો હતો ત્યારે કેટલાક સંબંધીઓ તેનો ડાન્સનો વિડીયો ઉતારી રહ્યા હતા. ડીજેના તાલ પર યુવક એક અલગ અંદાજમાં જ ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતી વખતે અચાનક જ યુવક ઊંધા માથે જમીન પર ઢળી પડ્યો હતો. હાલમાં ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા અને યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 19 વર્ષના યુવકને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું મૃત્યુ થયું છે.

યુવકનું મૃત્યુ થતાં જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. 22 ફેબ્રુઆરીના રોજ પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં જીમમાં કસરત કરતી વખતે 24 વર્ષના પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું. તેનો પણ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નમાં ડાન્સ કરતા-કરતા યુવકને મોત આંબી ગયું, ડાન્સ કરતી વખતે અચાનક જ યુવક સાથે કંઈક એવું બન્યું કે… જુઓ મોતનો લાઇવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*