આપણા ગુજરાતના ઘણા પ્રાચીન સ્થળો આવેલા છે કે જેનો ઇતિહાસ ખૂબ જ અનેરો છે. આજે અમે તમને એક એવા જ ઐતિહાસિક સ્થળ વિશે જણાવીશું કે જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આજે અમે તમને હાલેમાલ ડુંગર પર આવેલી ભીમ ગુફા વિશે જણાવીશું.
ભીમ ગુફા બાબરા થી 20 કિલોમીટર દૂર હાલમાલ ડુંગર પર આવેલી છે. આ પ્રાચીન અને પવિત્ર સ્થળ સદીઓથી જૂનું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં થોડા દિવસ વાસ કર્યો હતો.
એ સમય દરમિયાન પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના પણ કરવામાં આવી હતી. તમે ગમે તે પાંડવો સાથે જોડાયેલા સ્થળ પર જાઓ ત્યાં તમને શિવલિંગ જરૂર જોવા મળશે.
કારણ કે અર્જુનનો એવો નિયમ હતો કે સવારે ઊઠીને ભગવાન શિવની પૂજા કર્યા વગર તેઓ અન્ન નો એક દાણો પણ ન ખાતા.પાંડવોના વનવાસ દરમ્યાન આ જગ્યા પર રહેવા માટે ભીમે અહી ગુફાઓનું નિર્માણ કર્યો હતો અને થોડા સમય માટે પાંડવો અહી રોકાયા પણ હતા.
પાંડવો દ્વારા રક્ષા માટે ગુફાની બહાર હનુમાનદાદા ની સ્થાપના પણ કરવામાં આવી હતી. લોકોનું માનવું છે કે આ જગ્યા પર હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે.આ ભીમ ગુફા બાબરા થી જુનાગઢ સુધી જાય છે.
ગુફાની અંદર રહેવા માટે અલગ-અલગ ઘણા બધા રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આ ગુફામાં ઘણા સાધુ સંતોએ તપ પણ કર્યું છે માટે આ ગુફાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહી લોકો માનતા પણ માને છે અને દરેક ની માનતા પૂરી પણ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment