અમદાવાદના ગરીબ વાળંદ પાસે આ વીદેશી વ્યક્તિએ કપાવ્યા વાળ,ખુશ થઈને વીસ રૂપિયાની બદલે આપ્યા આટલા બધા રૂપિયા

Published on: 5:35 pm, Mon, 6 September 21

દરેક લોકો તેમના જીવનમાં ઘણા બધા શોખ કરતા હોય છે અને તેમાં લોકો વાળની અલગ અલગ સ્ટાઇલ માટે પણ હજારો રૂપિયા ખર્ચતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીએ જેને જાણીને અમદાવાદમાં વાળ કપાવ્યા અને 400 ડોલર વાળ કાપનાર ને આપ્યા હતા.

આપણા દેશમાં ઘણા બધા વિદેશી મહેમાનો ફરવા માટે આવે છે અને તેમનું અહીંયા બધા લોકો સન્માન કરે છે. આજે આપણે એક એવા જ વિદેશી મહેમાન વિશે જાણીએ જેનું નામ હેરાલ્ડ બાલ્ડર છે. તેઓ મૂળ નોર્વેના છે.

તે ભારતના પ્રવાસે આવ્યા હતા અને તે અમદાવાદમાં ફરી રહ્યા હતા. એને રસ્તાની બાજુમાં વાળંદ ને વાળ કાપતા જોયો હતો અને તેની પાસે જઈને તેમને વાળ કપાવ્યા હતા.

તેઓએ આ વાળદને વાળ કાપવા ની કિંમત પૂછી હતી અને તેઓએ 20 રૂપિયા કહા હતા, આ વાત હેરાલ્ડ ને ખૂબ જ ગમી હતી અને તેઓએ ઘણા પ્રવાસ કર્યા પણ બધા જ લોકો મૂળ કિંમત કરતાં વધારે પૈસા લેતા હોય છે.

આ વ્યક્તિની ઈમાનદારી જોઈને હેરાલ્ડ એ તેમને 20 રૂપિયાની જગ્યાએ તેમની ઈમાનદારી જોઈને તેમને 400 ડોલર એટલે 28,000 રૂપિયા જેટલી કિંમત આપી હતી.

આ વાળંદ ખૂબ જ ગરીબ છે અને તેમની પ્રામાણિકતા વિદેશી ને ખૂબ જ ગમી હતી અને તેથી જ તેઓએ આ મોટું ઇનામ આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!