સૌરાષ્ટ્ર માટે ભારત પ્રવાસે જવા માગતા લોકો માટે કેન્દ્રની મોદી સરકારે મોટી ભેટ આપી છે. આજરોજ રાજકોટમાં ભારતીય રેલવે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં રાજકોટ માંથી અલગ-અલગ 4 ટુરીજેમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હા ટ્રેનો શરૂ થતા સૌરાષ્ટ્રના લોકોનો ઉત્તર અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવામાં ખૂબ જ મદદ થઈ જશે.
રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અલગ-અલગ ચાર ટ્રેન પ્રવાસીઓ માટે ઉપડશે.ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ટૂરિસ્ટો ફરવા માટે જઈ શકશે. દક્ષિણ દર્શન માટે પિલગ્રીમ વિશેષ ટ્રેન,દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે ભારત દર્શન ટ્રેન ફેબ્રુઆરી અને માર્ચમાં રાજકોટ થી ઉપડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment