કેન્દ્રની મોદી સરકાર તરફથી ખેડૂતોને આ મોટી ભેટ, આટલા ખેડૂતોના ખાતામાં સીધા આવશે પૈસા

356

કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે મોદી કેબિનેટ મોટો નિર્ણય લીધો છે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી થનારી કમાણી ની સબસીડી પાંચ હજાર ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે જાણકારી આપી હતી.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પાંચ કરોડ ખેડૂતોને આનો લાભ મળશે,5 લાખ મજૂરોને મોટો ફાયદો થશે. મંત્રીના જણાવ્યા મુજબ એક અઠવાડિયામાં જ ખેડૂતોને 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી મળશે.

60 લાખ ટન ખાંડની નિકાસ ટન દીઠ 6 હજાર રૂપિયાના દરે કરવામાં આવશે. પ્રકાશ જાવડેકર ના જણાવ્યા મુજબ આ વર્ષે ખાંડનું ઉત્પાદન 310 લાખ ટન થશે, દેશનો વપરાશ 260 લાખ ટન છે.ખાંડના નીચા ભાવ હોવાને કારણ, ખેડૂત અને ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે, આને પહોંચી વળવા 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો અને નીકાસને સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કૃષિ કાયદા મુદ્દે ખેડૂતોના આંદોલન વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો માટે નિર્ણય કર્યો છે.સરકારે કૃષિ કાયદો મુદ્દે ખેડૂતો ને મનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે પૂર્વોત્તર માં વીજળી વ્યવસ્થામાં સુધારો કરવા માટે નવું બજેટ મંજૂર કરાયું છે.

5000 કરોડના ખર્ચ થતો હતો પરંતુ હવે 6700 કરોડનો ખર્ચ થશે. પ્રકાશ જાવડેકર ના જણાવ્યા મુજબ આ દ્વારા ટ્રાન્સમિશન લાઈન લંબાવાશે, 24 કલાક વીજળી નું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!